રાજકોટમાં ફૂંફાડા મારતો કોરોના, ઓર્બ્ઝવેશન હોમના 20 બાળકો ઝપેટમાં
રાજકોટમાં કોવિડ હોસ્પિટલ (covid hospital) માં થતા મોતના આંકડા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આપવાના બંધ કરાયા છે
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોરોના (Coronavirus) નો કહેર રીતસરનો વધી રહ્યો છે. રાજકોટમાં સરકાર ભલે ગમે તેટલું છુપાવે પણ આખરે પોલ ખુલ્લી પડી જ ગઈ છે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલ (covid hospital) માં થતા મોતના આંકડા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આપવાના બંધ કરાયા છે. ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પહેલા આપવામાં આવતા આંકડાઓ હવે જાહેર નહિ થાય. મૃતદેહોની લાંબી લાઇનો અંગેના અહેવાલ પ્રકાશિત થયા બાદ આ નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા રાજકોટ (rajkot) માં કોરોનાથી મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે, જેની પોલ સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાગતી લાંબી લાઈનો ખોલી છે. આ અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આંકડા આપવાનું બંધ કરાયું છે.
તો બીજી તરફ, રાજકોટમાં કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. રાજકોટના સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હોમમાં 20 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઓર્બ્ઝર્વેશન હોમ ગોંડલ રોડ પર આવેલું છે. ત્યારે હવે તંત્ર મોડેમોડે જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બીજા બાળકોની પણ તપાસ હાથ ધરાઇ છે. રાજકોટમાં હાલ કોરોનાની સ્થિતિને પહોંચી વળવા રાજ્યની આરોગ્ય ટીમે પણ ધામા નાંખ્યા છે. તેમ છતાં પરિસ્થિતિમાં કાબૂમાં નથી આવી રહી. બીજી તરફ, સરકાર સબ સલામત હૈ જેવું વર્તન કરી રહી છે.
આ પણ વાંચો : સરકારી નોકરીની જાહેરાત પર નારાજ થઈ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ, આક્રોશ સાથે કહ્યું કે...
ઉલ્લેખનીય છએ કે, રાજકોટ શહેરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ 94 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજકોટ શહેરમા કોરોનાના કેસની સંખ્યા 3573 પર પહોંચી ગઈ છે. હાલ શહેરમાં 3573 પૈકી 1625 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે કે, રાજકોટ શહેરમાં અત્યાર સુધી 74 દર્દીના મૃત્યુ નિપજ્યા છે.
તો બીજી તરફ, ધોરાજીમાં કોરોના વિસ્ફોટ યથાવત છે. ધોરાજીમાં આજરોજ કોરોનાના નવા 32 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ૨૬ શહેર અને ૬ ગ્રામ્યમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાએ 520 કેસનો આંક વટાવ્યો છે. જેમાં 26 દર્દીના મૃત્યુ નિપજ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે