Petrol Diesel Price: સસ્તુ થયું ડીઝલ, જાણો ગુજરાતમાં શું છે આજે પેટ્રોલનો ભાવ

સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારના ડીઝલના ભાવમાં સમાન્ય જનતાને રાહત આપી છે. ત્યારે પેટ્રોલના રેટ્સ આજે સ્થિર છે. છેલ્લા 3 દિવસમાં બીજી વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. IOCLની વેબસાઇટ અનુસાર, આજે ડીઝલમાં 13 પૈસાનો ઘટાડો થયો છે. આ રાહત બાદ ગુજરાતમાં એક લીટરનો ભાવ 78.84 રૂપિયા છે. જાણો ક્યાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ...
Petrol Diesel Price: સસ્તુ થયું ડીઝલ, જાણો ગુજરાતમાં શું છે આજે પેટ્રોલનો ભાવ

નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારના ડીઝલના ભાવમાં સમાન્ય જનતાને રાહત આપી છે. ત્યારે પેટ્રોલના રેટ્સ આજે સ્થિર છે. છેલ્લા 3 દિવસમાં બીજી વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. IOCLની વેબસાઇટ અનુસાર, આજે ડીઝલમાં 13 પૈસાનો ઘટાડો થયો છે. આ રાહત બાદ ગુજરાતમાં એક લીટરનો ભાવ 78.84 રૂપિયા છે. જાણો ક્યાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ...

ચેક કરો 5 સપ્ટેમ્બર 2020ના પેટ્રોલ-ડીઝલનો ભાવ

શહેરનું નામ ડીઝલ (per liter) પેટ્રોલ (per liter)
ગુજરાત 78.84 79.35
દિલ્હી 73.27 82.08
કોલકાતા 76.77 83.57
મુંબઇ 79.81 88.73
ચેન્નાઇ 78.58 85.04

આ પણ વાંચો:- વીજળીનું બિલ થઈ જશે શૂન્ય! ફક્ત 7500 રૂપિયાના ખર્ચે લગાવો આ એક સિસ્ટમ

1.67 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
IOCLની વેબસાઇટ અનુસાર, 3 સપ્ટેમ્બરના ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો આવ્યો હતો. જણાવી દઇએ કે, 31 દિવસની સ્થિરતા બાદ ગઇકાલે ડીઝલના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત 16 ઓગસ્ટથી પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વચ્ચે થોડા સમય પેટ્રોલનો ભાવ પણ સ્થિર જોવા મળ્યો હતો. પરંતુ આ માત્ર 3 વખત થયું છે. જણાવી દઇએ કે, 16 ઓગસ્ટથી અત્યાર સુધીમાં પેટ્રોલનો ભાવ 1.67 રૂપિયા સુધીનો વધારો થયો છે.

દરરોજ 6 વાગ્યે જાહેર થાય છે નવા રેટ
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરેફરા થયા છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેનો ભાવ બમણો થઇ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરેફાર થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news