Happy Teachers Day: શિક્ષકના આ શબ્દો તમે ક્યારેય ભૂલી નહી શકો, શું તમે પણ સાંભળ્યા છે આ શબ્દો?

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરને 'શિક્ષક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમને શિક્ષક શબ્દનો અર્થ ખબર છે.

Happy Teachers Day: શિક્ષકના આ શબ્દો તમે ક્યારેય ભૂલી નહી શકો, શું તમે પણ સાંભળ્યા છે આ શબ્દો?

કર્નલ કુમારદુષ્યંત, અમદાવાદ: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરને 'શિક્ષક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમને શિક્ષક શબ્દનો અર્થ ખબર છે. શિક્ષક એટલે શિ-શિક્ષા આપનાર, ક્ષ-ક્ષમા કરનાર, ક-કમી દૂર કરનાર. શિક્ષક એટલે પહેલી મા, અને માં એટલે પ્રથમ શિક્ષક. પરંતુ આ વખતે કોરોનાની મહામારી સ્કૂલો હજુ શરૂ થઇ નથી. જેથી આ વખતે શિક્ષક દિનની ઉજવણી ઠંડી પડી ગઇ છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ સમગ્ર વિશ્વને એક યુનિવર્સિટી માનતા હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પ્રખ્યાત નોબેલ પુરસ્કાર માટે 27 વખત નોમિનેટ કરાયા હતા. 1954માં ભારત સરકાર દ્વારા તેમને 'ભારત રત્ન' એનાયત કરાયો હતો. 

શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ પોત-પોતાની રીતે શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરતા હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ પોતાના પ્રિય શિક્ષકને ભેટ સોગાદ પણ આપતા હોય છે. સ્કૂલમાં દર વર્ષે વિદ્યાર્થી એક દિવસ શિક્ષકની ભૂમિકા ભજવે છે. સ્કૂલમાં સાથી વિદ્યાથીઓને ભણાવે છે. ત્યારે આજના સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના જમાનામાં વિદ્યાર્થીઓ પોતાના ગુરૂજનોને વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે આજે અમે તમને તમારી સ્કૂલના દિવસો યાદ કરાવવા માટે કેટલા એવા વાક્યો લઇને આવ્યા છીએ જે તમને તમારા સ્કૂલના દિવસોની યાદ તાજી કરાવી દેશે. 

1) આ કંઈ તારા બાપા નો બગીચો છે?
2) ટાંકણી પડે તોય સંભળાય એટલી શાંતિ જોઈએ.
3) હ્રશ્વ અને દિર્ઘમાં સમજ નથી પડતી?
4) પ અને ય માં ફરક નથી દેખાતો?
5) ધ અને ઘ ફરક નથી દેખાતો?
6) જેટલા છે એટલાં બધા સ સરખા? (શ, ષ, સ ના ભેદ માટે)
7) કોણ પાછળ અવાજ કરે છે. ફટાફટ ઉભો થાય...
8) કાલ તારા વાલીને લઈને આવજે નહીંતર બેસવા નહી દઉ.
9) બાપા ના પૈસા બગાડે રાખો.
10)  નોટ ગૂમ થઈ ગઈ ? તુ કેમ ગૂમ ના થયો?
11) આટલુંય આવડતું ન હોય તો ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરો.
12) એય કલાકાર... સખણો બેસ.
13) છેલ્લી પાટલીવાળા તો જાણે સ્કૂલમાં સુવા માટે જ આવે છે.
14) બળદિયા જેવો છે સાવ.
15) મગજ છે કે ભૂસું ભર્યું છે (ગણિતના શિક્ષકનો પ્રિય શબ્દ)
16) ઉપલો માળ ખાલી છે કે શું?
17) ભણવા માટે આવો કે ફેશન શોમાં આવો છો? (જ્યારે સ્કૂલ ડ્રેસ પહેર્યો ન હોય ત્યારે)
18) તું રોજ લેશન ની નોટ જ કેમ ભૂલી જા - કાલે નોટ વગર કલાસ માં આવતો નય.
19) મગજમાં ઉતરે છે કે પછી બધુ ઉપરથી જાય છે?
20‌) આ તો સાવ ગધેડા જેવો  છે.
21 ) અહીં ભણવા આવો છો કે બાપાના પૈસા બગાડવા માટે?
22) ભણો નહીતર ઢોર ચરાવવાનો વારો આવશે.
24) હવે વાતો કરતા પકડાયો તો મારી મારી ઢોલ બનાવી દઇશ
25) બોર્ડ પર જેમના નામ લખ્યા છે તે અહીં આવીને અંગૂઠા પકડે.
26) તમને જ્યાં સુધી ડફણા ન પડે ત્યાં સુધી સુધરજો નહી.

જો તમને બીજા શબ્દો યાદ આવતા હોય તો જરૂર ઉમેરજો.. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news