રાજામૌલીની આગામી ફિલ્મ 'RRR'માં જોવા મળશે અજય અને આલિયા!

બાહુબલીના નિર્દેશક એસ.એસ. રાજામૌલીએ પોતાની આગામી મેગા ફિલ્મ આર.આર.આર.ના પ્રત્યે અત્યારથી દર્શકોને માહિતગાર કરી દીધા છે. યુવા ટાઇગર એનટીઆર અને મેગા પાવરસ્ટાર રામ ચરણ અભિનિત, આરઆરઆર બહુચર્ચિત ફિલ્મમાંથી એક છે. 

રાજામૌલીની આગામી ફિલ્મ 'RRR'માં જોવા મળશે અજય અને આલિયા!

મુંબઇ: બાહુબલીના નિર્દેશક એસ.એસ. રાજામૌલીએ પોતાની આગામી મેગા ફિલ્મ આર.આર.આર.ના પ્રત્યે અત્યારથી દર્શકોને માહિતગાર કરી દીધા છે. યુવા ટાઇગર એનટીઆર અને મેગા પાવરસ્ટાર રામ ચરણ અભિનિત, આરઆરઆર બહુચર્ચિત ફિલ્મમાંથી એક છે. આરઆરઆરમાં અભિનેતા અજય દેવગણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે જે એક ફ્લેશબેક સીક્વેંસમાં જોવા મળશે. રાજામૌલીની આગામી ફિલ્મ ''આરઆરઆર'' અલ્લૂરી સીતારામારાજૂ અને કોમારામ ભીમ આ બે વાસ્તવિક સ્વતંત્ર સેનાનીઓની એક કાલ્પનિક કહાણી છે. 

ફિલ્મને ઘણી ભાષાઓમાં બનાવવામાં આવશે. એવામાં દરેક ભાષા માટે આર.આર.આરનું શીર્ષક અલગ હશે જેની ભલામણ માટે તેમણે પોતાના પ્રશંસકો પાસે મદદ માંગી છે. એટલે કે હવે પ્રશંસક આર.આર.આર. ની પ્રત્યેક ભાષા માટે શીર્ષકની લભામણ આપી શકે છે. 

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી આલિયાના પાત્રનું નામ સીતા છે જે રામ ચરણના ઓપોઝિટ જોવા મળશે. આલિયા ભટ્ટ ફિલ્મમાં ખૂબ જ મહત્વનું પાત્ર ભજવી રહી છે, જ્યાં તે એક મહત્વપૂર્ણ વળાંક આવે છે ફિલ્મને વળાંક આપે છે. બે વાસ્તવિક સ્વતંત્રતા સેનાઓની પર આધારિત નિર્દેશક એસએસ રાજામૌલીની આરઆરઆર 1920માં આઝાદી પહેલાંની ફિલ્મ છે. 

જૂનિયર એનટીઆર ફિલ્મમાં કોમારામ ભીમની ભૂમિકા ભજવી રહ્યા છે, તો બીજી તરફ રામ ચરણ ફિલ્મમાં અલ્લુરીના પાત્રમાં જોવા મળશે. રાજામૌલીએ બંને સ્વતંત્રતા સેનાઓના યુવાનીના દિવસોનું કાલ્પનિક વર્ણન કર્યું છે. તેમની આધેડ ઉંમરના દિવસો સાથે દરેક જણ વાકેફ છે પરંતુ યુવાનીના દિવસો વિશે કોઇ જાણતું નથી. 

જોકે આ ફિલ્મની કહાણી વાસ્તવિક જીવનના સ્વતંત્રતા સેનાનીઓ પર આધારિત છે એટલા માટે ફિલ્મના નિર્માણમાં ગહન સંશોધન કરવામાં આવ્યું છે જેથી દર્શકોને સંક્ષેપ જાણકારી સાથે રૂબરૂ કરાવી શકાય. આરઆરઆર 30 જૂલાઇ 2020ના રોજ રિલીઝ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news