આ છે દેશના એકમાત્ર મતદાતા, જેમના માટે ચૂંટણી પંચ કરે છે ખાસ વ્યવસ્થા
દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.
Trending Photos
હનિફ ખોખર, જૂનાગઢ: સમગ્ર દેશમાં ચૂંટણી રહી છે ત્યારે એક પણ વોટર રહી ન જાય તે માટે ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. ત્યારે દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.
આ છે એશિયાઈ સિંહોનું ઘર ગીરનું જંગલ, અને આ જંગલની માધ્યમ આ પ્રાચીન શિવ મંદિર આવેલું છે જેનું નામ બાણેશ્વર મહાદેવ છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં જેનો શમાવેશ થાય છે. તે આ બાણેજની જગ્યા દુનિયાભરમાં એટલા માટે પ્રસિદ્ધ છે. કારણકે અહીંના મહંત ભરતદાસ બાપુ સૌથી અનોખા મતદાતા છે. ગીરના જંગલમાં રહેતા ભરતદાસ મહારાજ એકલા એવા મતદાતા છે. જેના માટે ચૂંટણી પંચ જંગલમાં એક ખાસ મતદાન મથક બનાવે છે અને બાબા ભરતદાસ એકલા મતદાન કરે છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડૉ સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, વન વિભાગના સહકારથી બાણેજની બાજુમાં આવેલ ફોરેસ્ટના થાણામાં મતદાન મથક બનાવવામાં આવે છે અને દેશના એક માત્ર મતદાતા ભરતદાસ બાપુ એકલા મતદાન કરે છે.
બાણેશ્વર મહાદેવના મંદિરના મહંત ભરતદાસ ગુરુ દર્શનદાસ બાપુની ઉમર 65 વર્ષની છે અને વર્ષોથી બાણેજની જગ્યા સાંભળે છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં એકલા મતદાતા તરીકે મતદાન કરે છે. ત્યારે દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે