Pathaan ના વિવાદ પર શાહરૂખ ખાનનું નિવેદન, 'કેટલાક લોકો સોશિયલ મીડિયા પર નેગેટિવિટી ફેલાવી રહ્યાં છે'

Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મના ગીત બેશર્મ રંગને લઈને કેટલાક લોકો સતત વિરોધ કરી રહ્યાં છે. ત્યાં સુધી કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ ઉઠી રહી છે. 
 

Pathaan ના વિવાદ પર શાહરૂખ ખાનનું નિવેદન, 'કેટલાક લોકો સોશિયલ મીડિયા પર નેગેટિવિટી ફેલાવી રહ્યાં છે'

નવી દિલ્હીઃ Pathan Besharam Rang controversy : શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના ગીત બેશર્મ રંગને લઈને કેટલાક લોકો સતત વિરોધ કરી રહ્યાં છે. ત્યાં સુદી કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ ઉઠી ચુકી છે. તેના પર શાહરૂખ ખાને કોલકત્તા ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપી છે. શાહરૂખે કહ્યુ કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર નેગેટિવિટી ફેલાવી રહ્યાં છે. સિનેમા સમાજને બદલવાનું એક સાધન છે. 

ફિલ્મના ગીત બાદ શરૂ થયો વિવાદ
આવી સ્થિતિમાં ફિલ્મના ફસ્ટ સોંગ 'બેશરમ રંગ' હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે આ ફિલ્મના ગીત પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. લોકો આ ફિલ્મની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનને ટાર્ગેટ કરી રહ્યાં છે. યુઝર્સે દીપિકાના બિકીની લુક્સ પર ખૂબ જ અશ્લીલ કોમેન્ટ્સ કરી છે. આવી સ્થિતિમાં એક યુઝરે લખ્યું કે 'બેશરમ લોકો, આ હવે ફેમિલી સિનેમા નથી. માની લઈએ કે ખાનના ચમચા પહેલા અઠવાડિયે સિનેમાઘરોમાં જશે પણ બીજા અઠવાડિયે પઠાણને કોણ બચાવશે.' આવી સ્થિતિમાં બિકીનીના ઓરેન્જ કલર પર પણ સવાલો ઉભા થયા છે.

— ANI (@ANI) December 15, 2022

આગામી વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે ફિલ્મ
પઠાણમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પહેલીવાર સાથે આવ્યા છે. ફિલ્મ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત છે અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના હિન્દી સિવાય, તમિલ અને તેલુગૂમાં ડબ કરેલા વર્ઝન સાથે રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરૂખ ખાન પઠાણ નામના એક રો ફીલ્ડ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. પઠાણનું સંગીત વિશાલ-શેખરે આપ્યું છે. આ ફિલ્મનું ગીત બેશરમ રંગ 12 ડિસેમ્બરે રિલીઝ થયું હતું. ગીતને યૂટ્યૂબ પર કરોડો વ્યૂ મળી ચુક્યા છે. 

મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ વ્યક્ત કર્યો હતો વિરોધ
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ બેશર્મ રંગ ગીતમાં દીપિકા પાદુકોણના કપડા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે દીપિકા પાદુકોણને ટુકડા-ટુકડા ગેંગની સમર્થક પણ ગણાવી દીધી હતી. નરોત્તમ મિશ્રાએ ટ્વીટ કરતા લખ્યું- ફિલ્મ પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણની વેશભૂષા ખુબ વિવાદાસ્પદ છે અને ગીત દૂષિત માનસિકતા સાથે બનાવવામાં આવ્યું છે. ગીતના સીન્સ અને કોસ્ચ્યૂમ્સ ઠીક કરવામાં આવે બાકી ફિલ્મને મધ્યપ્રદેશમાં મંજૂરી આપવામાં આવે કે નહીં, તે વિચારવું પડશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news