HBD: 16 વર્ષની ઉંમરમાં Miss India બની Poonam Dhillon, નકારી હતી આટલી મોટી ઓફર

એક્ટ્રેસ પૂનમ ઢિલ્લોં (Poonam Dhillon) બોલીવુડની એવી સુંદર અભિનેત્રી છે જેણે તેની સુંદરતાથી સૌ કોઈને પાગલ બનાવ્યા છે. પૂનમ ઢિલ્લોં આજે તેનો 58મો જન્મ દિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 18 એપ્રિલ, 1962ના ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં થયો હતો. તેના પિતા ભારતીય વાયુસેનામાં એરક્રાફ્ટ એન્જીનિયર હતા. માત્ર 16 વર્ષની ઉંમરમાં પૂનમ ઢિલ્લોંએ મિસ ઈન્ડિયા (Miss India)નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ તેને ઘણી હિટ ફિલ્મો આપી હતી. પૂનમ એટલી સુંદર હતી કે ડાયરેક્ટર યશ ચોપડાએ તેને પોતાની ફિલ્મ ત્રિશૂલની ઓફર કરી હતી. પૂનમના જન્મદિવસ પર જાણીએ કેટલીક જાણી અજાણી વાતો...
HBD: 16 વર્ષની ઉંમરમાં Miss India બની Poonam Dhillon, નકારી હતી આટલી મોટી ઓફર

નવી દિલ્હી: એક્ટ્રેસ પૂનમ ઢિલ્લોં (Poonam Dhillon) બોલીવુડની એવી સુંદર અભિનેત્રી છે જેણે તેની સુંદરતાથી સૌ કોઈને પાગલ બનાવ્યા છે. પૂનમ ઢિલ્લોં આજે તેનો 58મો જન્મ દિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 18 એપ્રિલ, 1962ના ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં થયો હતો. તેના પિતા ભારતીય વાયુસેનામાં એરક્રાફ્ટ એન્જીનિયર હતા. માત્ર 16 વર્ષની ઉંમરમાં પૂનમ ઢિલ્લોંએ મિસ ઈન્ડિયા (Miss India)નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ તેને ઘણી હિટ ફિલ્મો આપી હતી. પૂનમ એટલી સુંદર હતી કે ડાયરેક્ટર યશ ચોપડાએ તેને પોતાની ફિલ્મ ત્રિશૂલની ઓફર કરી હતી. પૂનમના જન્મદિવસ પર જાણીએ કેટલીક જાણી અજાણી વાતો...

ડોક્ટર બનવા ઈચ્છતી હતી પૂનમ ઢિલ્લોં
પૂનમ ઢિલ્લોંને વાંચવાનો ઘણો શોખ છે. તે હમેશા ઘરમાં એક બ્રાઇટ સ્ટૂડન્ટ તરીકે ઓળખાતી હતી. પૂનમ પોતે મોટી થઈને ડોક્ટર બનાવાનું સપનું જોતી હતી. તેણે ક્યારે પણ વિચાર્યું ન હતું કે, તે ફિલ્મોમાં કામ કરશે. પરંતુ ભાગ્યએ કંઇક અલગ જ વિચાર્યું હતું. યશ ચોપડા (Yash Chopra)એ આપેલી ઓફરને પૂનમ ઢિલ્લોંએ નકારી હતી. પૂનમ તેના અભ્યાસને કોઈપણ કારણ સર ડિસ્ટર્બ કરવા ઈચ્છતી ન હતી. ત્યારબાદ પૂનમે એક શરત સાથે ફિલ્મ માટે હા પાડી હતી. તેની માગ હતી કે, તે ફિલ્મનું શૂટિંગ સ્કૂલની રજાઓમાં જ કરશે.

જ્યારે શશી કપૂરે માર્યો હતો જોરદાર લાફો
એક ફિલ્મના એક સીનમાં પૂનમને શશિ કપૂર (Shashi Kapoor)એ લાફો મારવાનો હતો. સીનને રીયલ બનાવવા માટે યશ ચોપડાએ એક્શન કહ્યું શશિ કપૂરે પૂનમ ઢિલ્લોંને કહ્યાં વગર એક જોરદાર લાફો માર્યો હતો. શશિ કપૂરે એવું એટલા માટે કર્યું જથી તે સીન રિયલ લાગે. જો કે, બાદમાં શશિ કપૂરે પૂનમ ઢિલ્લોંનની માફી માગી હતી.

વિવાહિત લાઇફને લઇને ચર્ચામાં રહી પૂનમ
પૂનમ તેના લગ્ન જીવનને લઇને ઘણી ચાર્ચામાં રહી છે. તેણે વર્ષ 1988માં ફિલ્મ પ્રોડ્યુસર અશોક ઠકેરિયા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પૂનમે લગભગ 5 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધુ હતું. ત્યારબાદ વર્ષ 1997 માં ફરી એક વાર તેણે ફિલ્મ જુદાઈથી વાપસી કરી હતી. પૂનમના લગ્નજીવન લાંબો સમય ચાલ્યું ન હતું અને બંને અલગ થઈ ગયા હતા. તેણે વર્ષ 1997માં અશોક ઠકેરિયાથી છુટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ પૂનમ તેના બે બાળકો સાથે અલગ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news