Taarak Mehta Ka Ooltah Chashmah: કેમ એક પછી એક કલાકારો છોડી રહ્યા છે શો? ટપ્પુ, દયા અને હવે બબીતા...આ શું થવા બેઠું છે?

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેત્રી બબીતા ​​જીનું નામ આવે એટલી એમની ભૂમિકા કોને યાદ ના આવે. શોમાં બબીતાજી અને જેઠાલાલની અનોખી કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે. પરંતુ હાલ એવું કહીએ તો ખોટું પણ નથી કે જેઠાલાલ સહીત પ્રશંસકો માટે એક માઠા સમાચાર છે.

 Taarak Mehta Ka Ooltah Chashmah: કેમ એક પછી એક કલાકારો છોડી રહ્યા છે શો? ટપ્પુ, દયા અને હવે બબીતા...આ શું થવા બેઠું છે?

Taarak Mehta Ka Ooltah Chashmah: હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના તારક ઉર્ફે શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ફરી એક મોટા માઠા સમાચાર ફેન્સને મળી રહ્યા છે. કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ચાહકો માટે છેલ્લા દિવસોથી ઘણા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ શોના એક્ટર શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ આ સિરિયલ છોડી દીધી છે અને હવે સમાચાર આવી રહ્યા છે કે હવે વધુ એક હસીના આ શોને અલવિદા કહી શકે છે.

શૈલેષ લોઢા બાદ મુનમુન દત્તાની વિદાય
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેત્રી બબીતા ​​જીનું નામ આવે એટલી એમની ભૂમિકા કોને યાદ ના આવે. શોમાં બબીતાજી અને જેઠાલાલની અનોખી કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે. પરંતુ હાલ એવું કહીએ તો ખોટું પણ નથી કે જેઠાલાલ સહીત પ્રશંસકો માટે એક માઠા સમાચાર છે. શૈલેષ લોઢા બાદ મુનમુન દત્તા પણ શો છોડી દે તેવી શક્યતા છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે બિગ બોસ OTTની બીજી સીઝન માટે મુનમુન દત્તાનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ રિયાલિટી શોનો ભાગ બનવાનો અર્થ એ છે કે મુનમુન આ શોને અલવિદા કહી શકે છે.

ફેન્સની ફેવરિટ છે મુનમુન
માત્ર એક શોના કારણે મુનમુન દત્તા આજે ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ છે. લોકો તેમને મુનમુન દત્તા તરીકે ઓછા પરંતુ બબીતા ​​જીના નામથી વધુ ઓળખે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા ​​જીની દરેક એક્ટિંગથી જેઠાલાલ પ્રભાવિત છે, પરંતુ મુનમુન દત્તાની સ્ટાઈલના લાખો ચાહકો છે. જો મુનમુન આ શોનો હિસ્સો બને છે, તો ચોક્કસ લોકોનું પણ ઘણું મનોરંજન થશે.

વીડિયો શેર કરતી રહે છે બબીતાજી
34 વર્ષની મુનમુન દત્તાએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે હાલમાં તે જીવનનો ઘણો આનંદ માણી રહી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પહેલા પણ તે કેટલીક સિરિયલોમાં જોવા મળી હતી પરંતુ તેને આ શોથી લોકપ્રિયતા મળી હતી. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ પોતાના સુંદર વીડિયો શેર કરતી રહે છે.

એક ટ્વીટે શૈલેષ લોઢાના સમાચાર થયા કન્ફોર્મ
જોકે Shemaroo Tv ના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ થયું છે. આ ટ્વીટમાં કેપ્શન ઉપરાંત એક નાનકડો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં શૈલેષ લોઢા નવા શોમાં જોવા મળી રહયા છે. આ ટ્વીટમાં લખ્યું છે 'વાહ ભાઇ વાહ! ઓળખો તો જરા, કોણ છે આ, જે લઇને આવી રહ્યા છે નવો શો? જુઓ ટૂંક સમયમાં Shemaroo Tv પર.' 

આ ટ્વીટમાં જે ટીઝર શેર કરવામાં આવ્યું છે તેમાં શૈલેષ લોઢા જોવા મળી રહ્યા છે. એવામાં આ શોના ટીઝરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડવાની અટકળોને કંફોર્મ કરી દીધી છે. ખાસ વાત એ છે કે શૈલેષ લોઢા આ શો સાથે લગભગ 14 વર્ષથી જોડાયેલા છે. એવામાં શૈલેષ લોઢા દ્રારા આ છોડવાના સમાચાર ફેન્સ માટે આધાતથી ઓછા નથી. 

દયાબેન બાદ છોડ્યો શો
શૈલેષ લોઢાનું આ શોને અલવિદા કહેવું ફેન્સ માટે આધાતજનક હશે કારણ કે ફેન્સ પહેલાંથી જ દયાબેનને મિસ કરી રહ્યા છે. અત્યાર સુધી શોના મેકર્સ જેમ તેમ આ શોની કહાનીને આગળ વધારી રહ્યા હતા. એવામાં બે પાત્રોનું શોમાંથી નિકળી જવું મેકર્સ માટે સમસ્યા ઉભી કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news