Sunil Pal: કિડનેપરે 20 લાખ માંગ્યા હતા, 7.50 લાખ લઈ છોડ્યો, કોમેડિયન સુનિલ પાલે જણાવ્યું કેવી રીતે અને કોણે કર્યું અપહરણ

Comedian Sunil Pal: અપહરણ કરનારાઓ છેલ્લે 10 રૂપિયા લઈને તેને છોડવા માટે રાજી પણ થઈ ગયા. સુનિલ પાલે એવું પણ કહ્યું કે તેણે કેટલાક લોકોનો સંપર્ક કરીને 7.50 લાખ રૂપિયા એકઠા કર્યા અને અપહરણકર્તાઓને આપ્યા. સાડા સાત લાખ રૂપિયા લીધા પછી અપહરણકર્તાઓએ તેને જવા દીધા. 

Sunil Pal: કિડનેપરે 20 લાખ માંગ્યા હતા, 7.50 લાખ લઈ છોડ્યો, કોમેડિયન સુનિલ પાલે જણાવ્યું કેવી રીતે અને કોણે કર્યું અપહરણ

Comedian Sunil Pal: જાણીતા કોમેડીયન સુનિલ પાલ સાથે જ તાજેતરમાં એક દુર્ઘટના બની હતી જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. કોમેડિયન સુનિલ પાલ 2 ડિસેમ્બરે એક કાર્યક્રમ માટે હરિદ્વાર જઈ રહ્યા હતા ત્યારે તેમને કિડનેપ કરી લેવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે કિડનેપિંગ પછી મોટી રકમ પણ માંગવામાં આવી હતી. બીજી તરફ સુનીલ પાલ લાપતા થતા તેની પત્નીએ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ સમગ્ર ઘટના વચ્ચે સુનિલ પાલ સુરક્ષિત રીતે ઘરે આવી ચૂક્યા છે. મુંબઈ પહોંચ્યા પછી તેણે એક મુલાકાતમાં પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. 

સુનિલ પાલે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે સુરક્ષિત રીતે ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે તે હરિદ્વાર પહોંચ્યા હતા ત્યારે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. કેટલાક અજાણ્યા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો, કિડનેપ કરનારાઓ શરૂઆતમાં તેમની સાથે સારું વર્તન કરતા હતા. પછી કિડનેપરે પોતાનો ચહેરો કવર કરી અને તેને અજાણી જગ્યાએ લઈ ગયા. અપહરણકર્તાઓએ તેની પાસેથી 20 લાખ રૂપિયા માંગ્યા હતા અને ધમકી પણ આપી હતી. 

સુનિલ પાલે કહ્યું કે તેને ઘટનાનો અંદાજ આવી ગયો હતો પરંતુ તે શાંતિથી અપહરણ કરનારાઓ સાથે વાતચીત કરતા રહ્યા. અપહરણ કરનારાઓ છેલ્લે 10 રૂપિયા લઈને તેને છોડવા માટે રાજી પણ થઈ ગયા. સુનિલ પાલે એવું પણ કહ્યું કે તેણે કેટલાક લોકોનો સંપર્ક કરીને 7.50 લાખ રૂપિયા એકઠા કર્યા અને અપહરણકર્તાઓને આપ્યા. સાડા સાત લાખ રૂપિયા લીધા પછી અપહરણકર્તાઓએ તેને જવા દીધા. 

સુનીલ પાલે જણાવ્યું કે રૂપિયા લીધા પછી અપહરણ કરનારા લોકો તેને સાંજના સમયે મેરઠ પાસે હાઇવે પર છોડી ગયા. આ બધી જ ઘટના 24 કલાકની અંદર બની. ઘટના વિશે વિચારીને હજુ પણ તેઓ સ્ટ્રેસ અનુભવે છે. 

સુનિલ પાલે એવું પણ જણાવ્યું કે કિડનેપરે તેમને 20 હજાર રૂપિયા પણ આપ્યા હતા જેથી તે મેરઠ હાઇવે થી મુંબઈ સુરક્ષિત રીતે પરત આવી શકે. જોકે સુનિલ પાલની વાતને લઈને કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે અપહરણ એક પબ્લિસિટી સ્ટંટ છે. આ વાતનો જવાબ આપતા સુનિલ પાલે કહ્યું હતું કે આવા મામલામાં કોઈ કિડનેપરને કેટલી રકમ આપી તેના વિશે કહેતા નથી, જે રૂપિયા કિડનેપરને આપવામાં આવ્યા તેના માટે તેણે પોતાના એક મિત્રની મદદ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news