Divyanka Tripathi: જાણીતી અભિનેત્રી સાથે વિદેશમાં લુંટફાટ, પૈસાની સાથે પાસપોર્ટ પણ છીનવાયો, પોલીસે પણ ન કરી મદદ

Divyanka Tripathi Robbed in Florence: ટીવી સીરીયલ યે હે મોહબતેમાં ઈશિતાનું પાત્ર ભજવી ઘરે ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સાથે વિદેશમાં લૂંટફાટ થઈ છે. દિવ્યંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા યુરોપ ટ્રિપ પર ગયા છે જ્યાં ફ્લોરેન્સ શહેરમાં અભિનેત્રીનો લાખોનો સામાન લૂંટાયો છે અને તેનો પાસપોર્ટ પણ છીનવાઈ ગયો છે. 

Divyanka Tripathi: જાણીતી અભિનેત્રી સાથે વિદેશમાં લુંટફાટ, પૈસાની સાથે પાસપોર્ટ પણ છીનવાયો, પોલીસે પણ ન કરી મદદ

Divyanka Tripathi Robbed in Florence: ટીવી સીરીયલ યે હે મોહબતેમાં ઈશિતાનું પાત્ર ભજવી ઘરે ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સાથે વિદેશમાં લૂંટફાટ થઈ છે. દિવ્યંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા યુરોપ ટ્રિપ પર ગયા છે જ્યાં ફ્લોરેન્સ શહેરમાં અભિનેત્રીનો લાખોનો સામાન લૂંટાયો છે અને તેનો પાસપોર્ટ પણ છીનવાઈ ગયો છે. દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાએ એક ઇન્ટરવ્યૂમાં તેમની સાથે થયેલી લૂંટફાટની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ અત્યારે મુસીબતમાં પડી ગયા છે. 

વિવેક દહિયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓ ફ્લોરેન્સ ગયા હતા અને ત્યાં એક દિવસ રોકાવાનું પ્લાનિંગ કર્યું હતું. રોકાવા માટે તેમણે જે જગ્યા પસંદ કરી હતી તેઓ પોતાની કારને સિક્યોર જગ્યાએ પાર્ક કરી પ્રોપર્ટી ચેક કરવા ગયા હતા અને તેમની કારમાં તેમનો બધો જ સામાન અને શોપિંગ બેગ્સ રાખેલી હતી. પરંતુ જ્યારે તેઓ પ્રોપર્ટી ચેક કરીને પાછા આવ્યા તો કારની બારીનો કાચ તોડીને તેમના બધા જ પૈસા, પર્સ, પાસપોર્ટ,  અને કીમતી વસ્તુઓની ચોરી કરી લેવામાં આવી હતી. તેમની પાસે બસ જુના કપડાં અને ખાવાનો સામાન જ બચ્યો હતો. બાકી બધું જ લૂંટી લેવામાં આવ્યું છે.

વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી એ ઈંસ્ટાગ્રામમાં સ્ટોરી સેક્શનમાં ગાડીનો વિડીયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું હતું કે કારને કેવી રીતે તોડી લૂંટ કરવામાં આવી છે. વિવેક દહિયાએ આ ઘટના અંગે એવું પણ કહ્યું કે જ્યારે તેમણે લોકલ પોલીસનો કોન્ટેક્ટ કર્યો તો લોકલ પોલીસે તેમનો કેસ ડિસમિસ કરી દીધો. અને કહી દીધું કે જે એરિયામાં લુંટ થઈ છે ત્યાં સીસીટીવી કેમેરા નથી તેથી પોલીસ મદદ નહીં કરી શકે. ત્યાંના પોલીસ સ્ટેશન પણ છ વાગ્યે બંધ થઈ જાય છે ત્યાર પછી તેમને કોઈ જ મદદ ન મળી. ત્યાર પછી તેમણે એમ્બેસીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમ્બેસી પણ બંધ થઈ ગઈ હતી. 

આ ઘટના પછી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ જણાવ્યું હતું કે તેમની પાસે પાસપોર્ટ કે પૈસા નથી અને કોઈ જ વસ્તુ નથી જેના કારણે તેઓ ફસાઈ ગયા છે. આ મામલે તેમણે એમ્બેસીની મદદ માંગી છે અને સાથે જ કહ્યું છે કે ટેમ્પરરી પાસપોર્ટ અને ભારત પરત ફરવા માટે એમ્બેસી મદદ કરે કારણકે તેમની પાસે કંઈ જ બચ્યું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news