અક્ષયની 'ગોલ્ડ'એ રચ્યો ઇતિહાસ, સાઉદી અરબમાં રિલીઝ થનારી પ્રથમ બોલીવુડની ફિલ્મ

72મા સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થયેલી બોલીવુડના ખેલાડી કુમારની પીરિયડ ડ્રામા ફિલ્મ 'ગોલ્ડ'ને રિલીઝના પહેલાં દિવસએ જ લોકોનું દિલ જીતી લીધું હતું.

અક્ષયની 'ગોલ્ડ'એ રચ્યો ઇતિહાસ, સાઉદી અરબમાં રિલીઝ થનારી પ્રથમ બોલીવુડની ફિલ્મ

નવી દિલ્હી: અક્ષય કુમારની 'ગોલ્ડ' દેશની નહી વિદેશમાં પણ ઓળખ બનાવી રહી છે. 100 કરોડ ક્લબમાં એંટ્રી લીધા બાદ હવે આ ફિલ્મે એક નવો ઇતિહાસ રચી દીધો છે. સાઉદી અરબમાં ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે આ સાથે બોલીવુડની પહેલી ફિલ્મ બની ગઇ છે જેને સાઉદી થિએટરમાં સ્થાન મળ્યું છે. અક્ષય કુમારે પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વાત જણાવી છે.  

અક્ષય કુમારે લખ્યું કે ભારતના પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાની કહાનીને પહેલીવાર સાઉદી અરબમાં બતાવવામાં આવશે. અમને આ શેર કરતાં ખુશી થઇ રહી છે કે 'ગોલ્ડ' કિંગડમ ઓફ સાઉદી અરબમાં રિલીજ થનારી પ્રથમ બોલીવુડની ફિલ્મ છે. આજથી સિનેમાઘરોમાં જોવા મળશે. 

— Akshay Kumar (@akshaykumar) August 30, 2018

72મા સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થયેલી બોલીવુડના ખેલાડી કુમારની પીરિયડ ડ્રામા ફિલ્મ 'ગોલ્ડ'ને રિલીઝના પહેલાં દિવસએ જ લોકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મે પહેલાં દિવસે 27 કરોડની કમાણી કરનારી અક્ષયની જ ફિલ્મોનું ઓપનિંગ રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મે 100 કરોડ ક્લબમાં પણ એંટ્રી કરી લીધી છે. ફિલ્મ દેશભરમાં લગભગ 2500 સ્ક્રીન્સ પર રિલીઝ થઇ ગઇ છે. 

તમને જણાવી દઇએ કે કહાનીમાં 1948માં પહેલીવાર ભારત એક આઝાદ દેશ તરીકે Olympicsમાં ભાગ લઇ રહ્યો છે. અને ભારતે અંગ્રેજોને તેમની જમીન પર હોકીમાં માત આપી હતી. પરંતુ ભારત આ જીતને ભૂલી ગયો. અક્ષય કુમારની ફિલ્મમાં 70 પહેલાની તે જીતને યાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

— taran adarsh (@taran_adarsh) August 28, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news