Tata Group નો શેર 1 વર્ષમાં આપશે મોટો નફો, બ્રોકરેજનો દાંવ, રાકેશ ઝુનઝુનવાલાનો છે ફેવરેટ

Tata Group: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોકને બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) પોતાના ટોપ રિસર્ચ આઈડિયામાં સામેલ કર્યો છે. 

Tata Group નો શેર 1 વર્ષમાં આપશે મોટો નફો, બ્રોકરેજનો દાંવ, રાકેશ ઝુનઝુનવાલાનો છે ફેવરેટ

Tata Group Stock: બજારમાં ચાલી રહેલા ચઢાવ-ઉતાર વચ્ચે જો કોઈ ક્વોલિટી સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવા ઈચ્છો છો તો ટાટા ગ્રુપ (Tata Group) ની કંપની ટાઇટન કંપની લિમિટેડ  (Titan Company Ltd) ના શેર પર દાંવ લગાવી શકો છો. બજારના દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોકને બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) પોતાના ટોપ રિસર્ચ આઈડિયામાં સામેલ કર્યો છે. લોર્જકેપ સ્પેસના આ શેરમાં બ્રોકરેજે એક વર્ષથી વધુ સમયની નજરથી ખરીદીની સલાહ આપી છે. 

Titan: 2,950 રૂપિયાનો ટાર્ગેટ
મોતીલાલ ઓસવાલે પોતાના ટોપ રિસર્ચ આઇડિયામાં ટાઇટન પર દાંવ લગાવ્યો છે. બ્રોકરેજે 2950 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝની સાથે બાય (BUY on Titan) રેટિંગ આપ્યુ છે. સાથે ટાઇમ ફ્રેમ એક વર્ષથી વધુની રાખી છે. 12 જાન્યુઆરીએ ટાઇટનના શેરનો ભાવ ટ્રેડિંગ સેશન દરમિયાન 2622ની આસપાસ રહ્યો. આ રીતે કરંટ પ્રાઇઝથી આગળ રોકાણકારોને પ્રતિ શેર 328 રૂપિયા કે 12 ટકાનું રિટર્ન મળી શકે છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેરમાં 71 ટકાની તેજી છે. ટાટા ગ્રુપનો આ શેર મલ્ટીબેગર સાબિત થયો છે. છેલ્લા પાંચ વર્ષનો રિટર્ન ચાર્જ જુઓ તો 630 ટકાથી વધુનો નફો રોકાણકારોને કરાવી ચુક્યો છે. 

રાકેશ ઝુનઝુનવાલાનો ફેવરેટ સ્ટોક
Tata Group નો ટાઇટન દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ના પોર્ટફોલિયોને ફેવરેટ સ્ટોક રહ્યો છે, સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરના આંકડા પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા એન્ડ એસોસિએટ્સની ટાઇટન હોલ્ડિંગ 4.9 ટકા (43,300,970 શેર) છે. 12 જાન્યુઆરી 2022ના તેની વેલ્યૂ 11,310.4 કરોડ રૂપિયા રહી. Trendlyne પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં હાલ 37 શેર છે, જેની 12 જાન્યુઆરી 2022ના વેલ્યૂ 25,538.7 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 

(Disclaimer: અહીં શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. બજારમાં જોખમ હોય છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો.)  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news