સાઉદી અરબના આ નિવેદન બાદ ઘટ્યો ક્રૂડ ઓઇલનો ભાવ, પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું?

જોકે ઓઇલ બજારના જાણાકારો જણાવે છે કે તાજેતરમાં જ ઓઇલ નિર્યાત દેશોના સમૂહ ઓપેકે આ સંબંધમાં કોઇ સ્પષ્ટ સંકેત આપ્યા નથી કે તે ઓઇલ ઉત્પાદનમાં ઘટાડાના પોતાના નિર્ણયને પરત લેવા જઇ રહ્યો છે.

સાઉદી અરબના આ નિવેદન બાદ ઘટ્યો ક્રૂડ ઓઇલનો ભાવ, પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું?

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડાથી બુધવારે ઘરેલૂ વાયદા બજારમાં પણ ક્રૂડ ઓઇલના વાયદા સૌદામાં લગભગ 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ આવતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા જાગે છે. તાજેતરમાં આવેલી નરમાઇથી આશા એટલા માટે જાગી છે કારણ કે દુનિયાના મુખ્ય ઓઇલ ઉત્પાદક દેશ સાઉદી અરબે કહ્યું કે તે બજારમાં સંતુલન લાવવાનો પ્રયત્ન કરશે.

ઓપેકે કોઇ સ્પષ્ટ સંકેત આપ્યા નથી
જોકે ઓઇલ બજારના જાણાકારો જણાવે છે કે તાજેતરમાં જ ઓઇલ નિર્યાત દેશોના સમૂહ ઓપેકે આ સંબંધમાં કોઇ સ્પષ્ટ સંકેત આપ્યા નથી કે તે ઓઇલ ઉત્પાદનમાં ઘટાડાના પોતાના નિર્ણયને પરત લેવા જઇ રહ્યો છે, પરંતુ ઓપેકના પ્રમુખ સભ્ય સાઉદી અરબનું આ મોટું નિવેદન છે કે તે ખાડી ક્ષેત્રમાં તણાવ ઓછો કરવાની દિશામાં પ્રયત્ન કરવાની સાથે-સાથે બજારમાં માંગ અને પૂર્તિ વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયત્ન કરશે.

અમેરિકાના ઓઇલ ભંડારમાં 24 લાખ બેરલનો વધારો
બીજી તરફ અમેરિકન પેટ્રોલિયામ ઇંસ્ટીટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ગત અઠવાઠિયે ઓઇલના ભંડારમાં 24 લાખ બેરલનો વધારો થયો છે. અમેરિકામાં ઓઇલના ભંડાર વધતાં ઓઇલના ભાવ પર દબાણ આવ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર સવારે 10.17 વાગે ક્રૂડ ઓઇલના જૂન કરાર 41 રૂપિયા એટલે કે 0.93 ટકાના ઘટાડા સાથે 4,374 રૂપિયા પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો. 

તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર ઇંટરકોંટિનેંટલ પર બ્રેંટ ક્રૂડનો જૂલાઇ સોદો ગત સત્ર કરતાં 0.64 ટકા સરકીને 71.72 ડોલર પ્રતિ બેરલ પર હતો જ્યારે અમેરિકા લાઇટ ક્રૂડ ડબ્લ્યૂટીઆઇનો જુલાઇ કરાર નાયમેક્સ પર 0.87 ટકાની નબળાઇ સાથે 62.58 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news