શેર બજારમાં ડેબ્યુ કરવામાં માટે તૈયાર છે આ IPO, ગ્રે માર્કેટમાં કંપનીનું જબરદસ્ત પ્રદર્શન

મુથુ માઈક્રોફિન આઈપીઓના લિસ્ટિંગ ડેટની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કંપની 26 ડિસેમ્બર એટલે કે આલે શેર બજારમાં ડેબ્યુ કરશે. 3 દિવસના સબ્સ્ક્રિપ્શન દરમિયાન કંપનીના આઈપીઓને 16 ગણા કરતા વધુ બોલી મળી હતી.

શેર બજારમાં ડેબ્યુ કરવામાં માટે તૈયાર છે આ IPO, ગ્રે માર્કેટમાં કંપનીનું જબરદસ્ત પ્રદર્શન

મુથુ માઈક્રોફિન આઈપીઓના લિસ્ટિંગ ડેટની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કંપની 26 ડિસેમ્બર એટલે કે આલે શેર બજારમાં ડેબ્યુ કરશે. 3 દિવસના સબ્સ્ક્રિપ્શન દરમિયાન કંપનીના આઈપીઓને 16 ગણા કરતા વધુ બોલી મળી હતી. દાંવ લગાવનારા રોકાણકારો માટે સારા સમાચાર એ છે કે કંપની ગ્રે માર્કેટમાં સારું પ્રદર્શન કરી રહી છે. અત્રે જણાવવાનું કે કંપનીના શેરોનું એલોટમન્ટ 21 ડિસેમ્બરે થયું હતું. 

મુથુટ માઈક્રોફિન આઈપીઓની પ્રાઈસ બેન્ડ 277 રૂપિયાથી 291 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાયો હતો. કંપનીએ એક લોટમાં 51 શેર રાખ્યા હતા. જેનાકારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14841 રૂપિયા રોકવાના હતા. કો ઈપણ રોકાણકાર વધુમાં વધુ એક ડીમેટ એકાઉન્ટથી 13 લોટ પર દાવ લગાવી શકે તેમ હતા.  કર્મચારીઓને પ્રતિ શેર 14 રૂપિયાની છૂટ આપવામાં આવી હતી. 

એંકર રોકાણકારો માટે આ આઈપીઓ 15 ડિસેમ્બરના રોજ ઓપન થયો હતો. કંપનીએ એંકર રોકાણકારો દ્વારા 285 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. 50 શેરોનો લોક ઈન પીરિયડ 30 દિવસનો રાખવામાં આવ્યો છે. 

ગ્રે માર્કેટમાં ધમાલ
ગ્રે માર્કેટમાં કંપનીનું પ્રદર્શન ગઈ કાલ કરતા સારું છે. આજે એટલે કે સોમવારે આઈપીઓની જીએમપી 31 રૂપિયા પ્રતિ શેર હતી. એટલે કે જો આ જ ટ્રેન્ડ લિસ્ટિંગ વખતે જોવા મળ્યો તો કંપનીના શેર બજારમાં 322 રૂપિયા પર ડેબ્યુ કરી શકે છે. એટલે કે રોકાણકારોને પહેલા જ દિવસે 10.65 ટકાનો નફો થઈ શકે છે. 

મુથુટ માઈક્રોફિન આઈપીઓની સાઈઝ 960 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ દ્વારા કંપનીએ 2.61 કરોડ ફ્રેશ શેર ઈશ્યુ કરશે. જ્યારે 0.69 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરવામાં આવશે. 

( નોંધ: આ રોકાણ માટેની સલાહ નથી. શેર બજાર જોખમોને આધીન છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news