SIPમાં સારૂ વળતર મેળવવા માટે અપનાવો આ 'Triple 5' ફોર્મ્યુલા, બની જશો કરોડપતિ
SIP Triple 5 formula: આજકાલ લોકો અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરતા હોય છે. જો તમે કમાવાની શરૂઆત કરો ત્યારથી રોકાણ પણ શરૂ કરો તો તમે મોટું ફંડ ભેગું કરી શકો છો. તમે એસઆઈપીની આ ત્રિપલ 5 ફોર્મ્યુલા અપનાવી શકો છો.
Trending Photos
SIP Triple 5 formula: કોઈ તમને કહે કે 5 કરોડ રૂપિયા તમારે કમાવા છે તો તમે હસ્તા હસ્તા ટાળી દેશો. 5 કરોડ કોઈ નાની રકમ નથી. પરંતુ જો તમે યોગ્ય રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement planning)કરી લીધું તો જલ્સા થઈ જશે. મોટા ભાગના લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગને હળવાશથી લેતા હોય છે. પરંતુ જો તમે નોકરીની શરૂઆતમાં તેના વિશે નહીં વિચારો તો પસ્તાશો. કારણ કે તમને પાંચ કરોડ મળશે નહીં. હકીકતમાં તમારી ઉંમર જેટલી વધતી જશે તે પ્રમાણે રોકાણ વધતું જશે. તેથી કમ્પાઉન્ડિંગની તાકાતને સમજો અને જાણો કઈ રીતે તમારા પૈસા ચિત્તાની જેમ દોડે છે. તે માટે જરૂરી છે એક એવી ફોર્મ્યુલા જે ન માત્ર પૈસા વધારે પરંતુ સાચી રણનીતિ સાથે વધારે. . SIP ની ત્રિપલ 5 ફોર્મ્યુલા આ કામ કરે છે.
25ની ઉંમર, ત્રિપલ 5 ફોર્મ્યુલા અને 11 ટકા રિટર્ન
જેમ અમે ઉપર કહ્યું, જેટલું જલ્દી રોકાણ કરશો એટલા વધુ પૈસા બનશે. હવે અહીં અમે એક ગણતરી લીધી છે. તેમાં તમારી ઉંમર એટલે કે રોકાણની ઉંમર 25 વર્ષ છે. દર મહિને માત્ર 12000 રૂપિયા SIP માં જમા કરવા છે. એવરેજ નિવૃત્તિ સુધી તમને 11 ટકાનું રિટર્ન મળશે. હવે જાણીએ ત્રિપલ 5 ફોર્મ્યુલા કઈ રીતે કામ કરશે અને તમને 5 કરોડ સુધી લઈ જશે.
SIP ની ત્રિપલ 5 ફોર્મ્યુલા શું છે?
ત્રિપલ 5 ફોર્મ્યુલામાં ત્રણ 5 છે. પ્રથમ 5નો મતલબ છે કે તમારે લક્ષ્યને લઈને ચાલવું છે કે નિવૃત્તિ ઉંમર 60થી પાંચ વર્ષ પહેલા નિવૃત્ત થવું છે. તો બીજો 5 છે કે તમારે દર વર્ષે SIP માં 5 ટકાનું રોકાણ વધારવાનું છે. એટલે કે Step up SIP કરવાની છે. તો ત્રીજા 5નો અર્થ છે કે 5 કરોડ રૂપિયા. એટલે કે જો તમે સતત 55 વર્ષની ઉંમર સુધી સ્ટેપ અપ SIP ની સાથે રોકાણ કરવાનું યથાવત રાખશો તો 5 કરોડ રૂપિયા જમા થઈ જશે.
હવે આ ફોર્મ્યુલાની ગણતરી સમજો
તમે દર મહિને SIP માં 12000 રૂપિયાનું રોકાણ કર્યું. તેને દર વર્ષે 5 ટકા દરે વધારતા ગયા, જેના પર તમને એવરેજ 11 ટકા રિટર્ન મળી રહ્યું છે. આમ કરવાથી 30 વર્ષમાં એટલે કે 55ની ઉંમરમાં તમારૂ કુલ રોકાણ 95 લાખ 67 હજાર 194 રૂપિયા થશે. તો તેના પર કમ્પાઉન્ડિંગની તાકાતને કારણે તમને આશરે 4 કરોડ 25 લાખ 07 હજાર 462 રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે તમારૂ કુલ કોર્પસ 5 કરોડ 20 લાખ 74 હજાર 656 રૂપિયા થઈ જશે.
નિવૃત્તિનું પ્લાનિંગ અને 2.50 રૂપિયાનું પેન્શન
હવે SIP માં રોકાણ અને કમ્પાઉન્ડિંગની તાકાતના દમ પર તમે 5.20 કરોડ રૂપિયા બનાવી લીધા. પરંતુ નિવૃત્તિની ઉંમર 60 વર્ષ થવા પર તમને પેન્શન કેટલું અને કઈ રીતે મળશે? તે માટે એફડી કરવી પડશે. તેના પર તમને માત્ર 6 ટકા વ્યાજ પણ મળશે પરંતુ પેન્શન સારૂ મળશે. આ રીતે 5.20 કરોડ રૂપિયા પર તમને 6 ટકા પ્રમાણે દર વર્ષે આશરે 31.20 લાખ રૂપિયા મળશે. એટલે કે તમને દર મહિને 2.60 લાખ રૂપિયા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે