નસોમાંથી બહાર નિકળી જશે બેડ કોલેસ્ટ્રોલ, બસ ખાલી પેટ પીવો આ પાણી

ખાવાની ખોટી આદતો અને અસ્વસ્થ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જ્યારે કોલેસ્ટ્રોલના કારણે નસોમાં ચરબી જમા થાય છે, ત્યારે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ પાણીને તમારા આહારમાં સામેલ કરો.
 

નસોમાં ફેટ

1/5
image

જ્યારે નસોમાં ચરબી જમા થાય છે, ત્યારે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે, જે હૃદયની સમસ્યાઓ તરફ દોરી શકે છે. કોલેસ્ટ્રોલની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે સવારે આ મસાલાનું પાણી પી શકો છો.

બેડ કોલેસ્ટ્રોલ

2/5
image

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે હળદર અને કાળા મરીના પાણીનું સેવન કરી શકો છો. આ પાણીનું રોજ ખાલી પેટ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.

હળદર અને મરીના ગુણ

3/5
image

હળદર અને કાળા મરી બંનેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્વો મળી આવે છે જે કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કઈ રીતે બનાવશો પાણી

4/5
image

એક વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. આ પાણીમાં અડધી ચમચી હળદર અને કાળા મરીનો પાવડર નાખીને પાણી ઉકાળો. આ પછી, પાણીને ગાળી લો અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે પી લો.

Disclaimer

5/5
image

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.