ધમાલ મચાવી રહ્યો છે RCBનો નવો સ્ટાર, ઓસ્ટ્રેલિયામાં કર્યો રનનો વરસાદ, કોહલી પણ થઈ જશે ખુશ

RCB Jacob Bethell: ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં ઘણી ટીમોએ નવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો. આરસીબીએ પણ ઈંગ્લેન્ડના યુવા બેટર જેકોબ બેથેલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બેથેલે બિગ બેશ લીગમાં શાનદાર ઈનિંગ રમી છે.

ધમાલ મચાવી રહ્યો છે RCBનો નવો સ્ટાર, ઓસ્ટ્રેલિયામાં કર્યો રનનો વરસાદ, કોહલી પણ થઈ જશે ખુશ

RCB Jacob Bethell: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ જેકબ બેથેલને IPL મેગા ઓક્શનમાં ખરીદીને  બધાને ચોંકાવી દીધા હતા. તેણે વિલ જેક્સને બદલે બેથેલ પર બોલી લગાવી. આ જોઈને બધાને નવાઈ લાગી. ચાહકોએ આરસીબીની ટીકા કરવાનું શરૂ કર્યું. જોકે ટીમનો આ નિર્ણય હવે સાચો સાબિત થઈ રહ્યો છે. બેથેલ તેના બેટથી સતત સારું પ્રદર્શન કરી રહી છે. RCBએ બેથેલને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

જેકબ બેથેલે મચાવી ધમાલ
બિગ બેશ લીગ  (BBL) માં મેલબર્ન રેનેગેડ્સ માટે જેકબ બેથેલે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. તેણે ટીમ માટે જરૂરી મુકાબલામાં શાનદાર અડધી સદી ફટકારી હતી. બેથેલે પોતાની ઈનિંગમાં આક્રમક શોટ્સ ફટકાર્યા હતા. આ જોઈને વિરાટ કોહલી પણ ખુશ થઈ જશે. 

Back-to-back bombs! #BBL14 pic.twitter.com/CWKQJGgCdH

— KFC Big Bash League (@BBL) January 14, 2025

ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ
રેનેગેડ્સને ત્રણ શરૂઆતી ઝટકા લાગ્યા હતા.  જોશ બ્રાઉન 6 રન, માર્કસ હેરિસ 1 અને જેક ફ્રેઝર મેકગર્ક 7 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી જેકબ બેથેલે એકલા હાથે બોલરો પર દબાણ બનાવ્યું. તેણે મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેણે 50 બોલમાં 87 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ સેફર્ટે 23 બોલમાં 24 રન અને વિલ સધરલેન્ડે 14 બોલમાં 15 રન બનાવ્યા હતા.

બેથેલની ટીમને મળી હાર
બેથેલે ખુદે ટીમને સંભાળી હતી અને હરિકેન્સના બોલરો પર પ્રહાર કર્યાં હતા. બેથેલ ઈંગ્લેન્ડ માટે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરી ચૂક્યો છે. તેણે પોતાના યુવા કરિયરમાં ઘણી મહત્વપૂર્ણ ઈનિંગ રમી છે. આ યુવા ખેલાડી હવે આગામી આઈપીએલમાં પણ ધૂમ મચાવવા તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news