મહાકુંભની સુંદર 'સાધ્વી'! કોણ છે હર્ષા રિચારિયા? ગ્લેમર છોડી અધ્યાત્મનો રસ્તો અપનાવ્યો
Harsha Richhariya: મહાકુંભના મેળામાં દેશ-વિદેશથી અનેક લોકો આવી રહ્યા છે. તેમાં એક સુંદર સાધ્વી સોશિયલ મીડિયામાં ચમકી રહી છે. તે કોણ છે અને ક્યાંથી આવી છે આ અંગે તપાસ કરતાં સામે આવ્યું કે તે હોસ્ટ હર્ષા રિચારિયા છે.
Trending Photos
Harsha Richhariya: મહાકુંભના અમૃત સ્નાનમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુ અને સાધુ-સંતો પ્રયાગરાજ પહોંચ્યા છે. પરંતુ તેની વચ્ચે નિરંજની અખાડા સાથે જોડાયેલી એક સાધ્વીની ધૂમ ચર્ચા થઈ રહી છે. મકર સંક્રાંતિના દિવસે અમૃત સ્નાન દરમિયાન તે સાધ્વી ફરી એકવાર જોવા મળી. સાધ્વી હર્ષાના નામથી સોશિયલ મીડિયામાં તે વાયરલ થઈ રહી છે. ત્યારે આખરે આ સુંદર સાધ્વી કોણ છે?
મહાકુંભના મેળામાં દેશ-વિદેશથી અનેક લોકો આવી રહ્યા છે. તેમાં એક સુંદર સાધ્વી સોશિયલ મીડિયામાં ચમકી રહી છે. તે કોણ છે અને ક્યાંથી આવી છે આ અંગે તપાસ કરતાં સામે આવ્યું કે તે હોસ્ટ હર્ષા રિચારિયા છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સ છે. પોતાના મોડર્નથી લઈને સાધ્વી તરીકેના વીડિયો દ્વારા તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.
નિરંજની અખાડાની સાધ્વી થઈ વાયરલ
પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભ શરૂ હોવાથી ત્રિવેણી સંગમમાં મહાસ્નાન ચાલી રહ્યું છે. જેમાં અમૃત સ્નાન દરમિયાન આ સાધ્વી જોવા મળી. સોશિયલ મીડિયામાં તે હર્ષાના નામથી જાણીતી છે. તે પોતાને નિરંજની અખાડાની સાધ્વી ગણાવી રહી છે. નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીના હસ્તે તે 2024માં શિષ્યા બની હતી.
હવે તમારા મનમાં એમ થતું હશે કે હર્ષા રિચારિયા કોણ છે? તો તે પણ જાણી લો. તે મધ્ય પ્રદેશના ભોપાલની રહેવાસી છે. તે સોશિયલ એક્ટિવિસ્ટની સાથે સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. હર્ષા પહેલાંથી એન્કર અને અભિનેત્રી હતી. હાલમાં તે ઉત્તરાખંડમાં રહે છે. 2 વર્ષ પહેલાં સાધ્વી બની હોવાનો દાવો કરે છે.
સેન્સેશનથી સનાતન સુધી, મહાકુંભની સાધ્વી
હર્ષા રિચારિયાનો પહેલાં સોશિયલ મીડિયા પર ગ્લેમરસ અંદાજ જોવા મળતો હતો. પરંતુ હવે હર્ષાનું કહેવું છે કે, તેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે. એવું નથી કે સાધ્વી બનવાનું તેણે પહેલાંથી જ નક્કી કર્યુ હતું. પરંતુ ધર્મ પ્રત્યે રૂચિ અને આસ્થા તેને ઘણા સમયથી હતી. તે પોતાના સોશિયલ મીડિયા પર વિવિધ સ્થળની મુલાકાત અને પૂજા કરતી હોય તેવા વીડિયો કે ફોટો અપલોડ કરતી હતી.
ગ્લેમરસની દુનિયાનો ત્યાગ કરીને હર્ષા હવે આધ્યાત્મિક દુનિયામાં અગ્રેસર થઈ ગઈ છે... અને પોતાને નિરંજની અખાડાની સાધ્વી ગણાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે