20 જાન્યુઆરી સુધી ભાજપ જાહેર કરી શકે છે શહેર અને જિલ્લા પ્રમુખોના નામ, 41 પદ માટે 1300 નેતાઓએ કરી છે દાવેદારી

ભારતીય જનતા પાર્ટી દ્વારા ટૂંક સમયમાં ગુજરાતના 33 જિલ્લા પ્રમુખો અને 8 મહાનગર પાલિકાના શહેર પ્રમુખની જાહેરાત થવાની છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પ્રમુખનું પદ મેળવવા માટે મોટી સંખ્યામાં દાવેદારો સામે આવ્યા છે. 

  20 જાન્યુઆરી સુધી ભાજપ જાહેર કરી શકે છે શહેર અને જિલ્લા પ્રમુખોના નામ, 41 પદ માટે 1300 નેતાઓએ કરી છે દાવેદારી

અમદાવાદઃ શિસ્ત જેનો પાયો હતો તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ કામ ન કરતાં નેતાગીરીએ આંતરિક ચૂંટણી જંગ જેવી સ્થિતિનો સ્વીકાર કરવાનો વખત આવ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સપના સાથે 'સમરસ સરપંચ'નો રાહ ચિંધનાર ભાજપે જ 33 જિલ્લા અને 8 શહેરોમાં ભાજપના પ્રમુખ બનવા માટે ઈચ્છુક ભાજપી સભ્યોના નામ મગાવ્યાં.. હવે સવાલ એ છેકે, ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા બાદ પ્રમુખોના નામની જાહેરાત ક્યારે થશે? આ અંગે ભાજપના બે પીઢ નેતાઓના નિવેદન સામે આવ્યા જેનાથી અનેક ચર્ચાઓ થઈ રહી છે..

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જિલ્લા અને શહેરનાં નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે, હવે જિલ્લા અને શહેરનાં નવા પ્રમુખના નામોની જાહેરાતને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્યનાં 33 જિલ્લા અને 8 મહાનગરના ભાજપ પ્રમુખનાં નામની જાહેરાત માટે હજું થોડી રાહ જોવા પડશે..

ભાજપના 41 પ્રમુખપદ માટે 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો છે. 20મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના. રાજ્યમાં આવનારાં મહિનાઓમાં 72 પાલિકા, 92 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે..

ઉત્તરાયણ અગાઉ ભાજપના શહેર-જિલ્લા પ્રમુખો તેમજ 20મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના વચ્ચે શિસ્તબદ્ધ પક્ષમાં હુંસાતુંસી જેવી આંતરિક સ્થિતિ હોવાની ચર્ચાએ વેગ પરકડ્યો છે.. જોકે, આ મામલે ભાજપના પીઢ નેતાઓ કહી રહ્યા છેકે, પક્ષમાં કોઈ કકળાટ નથી અને ટૂંક સમયમાં જ પ્રમુખોની જાહેરાત થશે.. 

પૂર્વ મુખ્યમંત્રી ભાજપના કાર્યકરોને શિસ્તબદ્ધ ગણાવી રહ્યા છે પરંતુ, સમાજના આગેવાનોને સ્થાન મળવાનો દાવો ખૂદ કેબિનેટ મંત્રી કહી રહ્યા છે.. સંગઠનમાં કોળી સમાજના આગેવાનોનું પ્રભુત્વ વધે તેવી માગ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કરી રહ્યા છે.

એટલું જ નહીં સરકારના મંત્રી મંડળમાં ફેરફારોની અટકળો વચ્ચે પણ સમાજનું પ્રભુત્વ રહેવાનો દાવો કુંવરજી બાવળિયાએ કર્યો છે.. કુંવરજી બાવળિયાનું કહેવું છેકે, આગામી સમયમાં પણ કોળી સમાજને સરકારમાં પ્રભુત્વ મળશે.. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગુજરાત જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો માટે કેન્દ્રીય ભાજપ સાથે ચર્ચા-વિચારણા હજું કરવાની બાકી છે.. દિલ્હી હાઈકમાન્ડમાંથી લીલીઝંડી મળ્યા બાદ ભાજપનાં શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે.. જણાવી દઈએ કે, અગાઉ શહેર અને જિલ્લા પ્રમુખોની પસંદગીને લઈ ગાંધીનગર કમલમ ખાતે બેઠકો યોજાઈ હતી.. સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજાઈ હતી.. જિલ્લા ચૂંટણી અધિકારીઓ 33 જિલ્લા પ્રમુખ, 9 મહાનગરનાં શહેર પ્રમુખ માટે દાવેદારોની યાદી સાથે પહોંચ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news