Jio New Year Offer: જિયોની શાનદાર ઓફર, 24 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી, દરરોજ 2.5જીબી ડેટા

Jio Happy New Offer 2024: જો તમે પણ રિલાયન્સ જિયોના પ્રીપેડ યુઝર છો તો તમારા માટે કંપની એક શાનદાર ઓફર લઈને આવી છે. નવા વર્ષ પહેલા કંપનીએ યુઝર્સને ન્યૂ યર ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે, શું છે આ ગિફ્ટ અને શું મળશે ફાયદો? જાણો વિગત...

Jio New Year Offer: જિયોની શાનદાર ઓફર, 24 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી, દરરોજ 2.5જીબી ડેટા

નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆત પહેલા Reliance Jio એ પ્રીપેડ યુઝર્સને ન્યૂ યર ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. કંપની હવે પોતાના 2999 રૂપિયાવાળા લોન્ગ ટર્મ પ્લાનની સાથે લોકોને એક્સ્ટ્રા બેનિફિટ ઓફર કરશે. તમે પણ રિલાયન્સ જિયો યુઝર છો અને લાંબી વેલિડિટીવાળો પ્લાન ખરીદવા ઈચ્છો છો તો Jio 2999 Plan ખુબ ઉપયોગી થશે. 

દર વર્ષની જે આ વર્ષે પણ રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સને એક્સ્ટ્રા ફાયદો આપવાની જાહેરાત કરી છે. Jio New Year Offer હેઠળ જિયોના 2999 રૂપિયાવાળા પ્લાનની સાથે કયાં કયાં ફાયદા મળશે? આવો જાણીએ.

Jio Offer: ચેક કરો બેનિફિટ્સ
રિલાયન્સ જિયોનો Jio 2999 Plan આમ તો 365 દિવસની વેલિડિટી સાથે આવે છે, પરંતુ જિયોના ન્યૂ ઈયર ઓફર હેઠળ હવે 2999 રૂપિયાવાળો પ્લાન ખરીદશો તો યૂઝર્સને 24 દિવસની એક્સ્ટ્રા વેલિડિટીનો ફાયદો આપવામાં આવશે. 

તેનો મતલબ થયો કે 2999 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાનની સાથે યુઝર્સને કુલ 389 દિવસની વેલિડિટી (365 દિવસની સાથે 24 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી) નો બેનિફિટ મળશે. આ પ્રમાણે જોવામાં આવે તો પ્લાનમાં તમને દરરોજનો ખર્ચ 7.70 રૂપિયા આવશે. 

ડેટા-કોલિંગ અને SMS
વેલિડિટી સિવાય આ પ્લાનમાં મળનાર બાકી બેનિફિટ્સમાં કોઈ ફેરફાર થયા નથી. પહેલાની જેમ પ્લાનમાં બધા લોકોને દરરોજ 2.5 જીબી હાઈ સ્પીડ ડેટા ઓફર કરશે. ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps રહી જશે.

જો તમારા એરિયામાં જિયોની 5જી સર્વિસ છે તો આ પ્લાનની સાથે તમને અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો મળશે. ડેટા સિવાય આ પ્લાન તમને અનલિમિટેડ ફ્રી વોયસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો બેનિફિટ ઓફર કરશે. 

અન્ય બેનિફિટ્સ
Jio 2999 Plan ની સાથે તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. એક વાત ધ્યાન આપવાની છે કે 2999 વાળા આ પ્લાનની સાથે તમને જિયો સિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપવામાં આવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news