ઉત્તરાયણનો પર્વ બન્યો જીવલેણ! રાજ્યમાં ઘાતક દોરીથી 3ના મોત, અનેકના ગળા કપાયા
આજે પતંગની દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે પંચમહાલના હાલોલમાં પતંગના દોરાએ વધુ એક માસૂમનો ભોગ લીધો છે. બાઈક પર પિતા સાથે જઈ રહેલા 5 વર્ષીય બાળકનું પતંગ દોરાથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું છે.
Trending Photos
Gujarat: આજે સમગ્ર ગુજરાત સહિત દેશમાં લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. લોકો વહેલી સવારથી જ ધાબા ઉપર પહોંચીને રંગબેરંગી પતંગો ઉડાવી રહ્યા છે. વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી કલરફુલ બન્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કાઈપો છે અને લપેટ... લપેટની બૂમો ગુંજી રહી છે. આ વચ્ચે યુવાધન પતંગ ચગાવવાની સાથે ધાબા પર સાઉન્ડ સિસ્ટમ મૂકીને ફૂલ વોલ્યુમ પર બોલિવૂડ સોન્ગ અને ગરબ રમતા નજરે પડ્યા છે. તો બીજી તરફ અનેક લોકો માટે ઉત્તારાયણની મજા સજા બની ગઈ છે.
પતંગની દોરીથી 5 વર્ષના બાળકનું મોત
આજે પતંગની દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે પંચમહાલના હાલોલમાં પતંગના દોરાએ વધુ એક માસૂમનો ભોગ લીધો છે. બાઈક પર પિતા સાથે જઈ રહેલા 5 વર્ષીય બાળકનું પતંગ દોરાથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું છે. રાહ તળાવ ગામના પરેશભાઈ પોતાના દીકરા સાથે હાલોલ તરફ જઈ જતા રહ્યા હતા. જ્યાં 5 વર્ષ ના બાળકને ફુગ્ગા અપાવવા જતી વખતે દોરો ગળામાં ભરાઈ ગયો છે. તાત્કાલિક સારવાર માટે હાલોલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ બાળકે દમ તોડી દીધો.
રાજકોટમાં દોરીએ યુવકનો લીધો ભોગ
આ ઉપરાંત રાજકોટમાં પણ ઘાતક દોરીએ યુવકનો ભોગ લીધો છે. કુવાડવા રોડ પર બાઈક પર જતાં યુવકના ગળામાં દોરી ફસાઈ જતાં લોહીલુહાણ થયો હતો. બાઈક ચાલકને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ યુવકનું મોત થયું હતું. સુરેન્દ્રનગરમાં ઘાતક દોરીએ યુવકનો ભોગ લીધો છે. યુવકના ગળાં ઘાતક દોરી વીંટળાઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા યુવકનું મોત નિપજ્યું હતું. આ દુર્ધટનામાં ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું મોત નિપજ્યું હતું,
ભાવનગરમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ
તેમજ ભાવનગરમાં ઉત્તરાયણનો પર્વ લોહિયાળ બન્યો છે. ચિત્રામાં બાઈક પર જતાં યુવકના ગળામાં ઘાતક દોરી ફસાતા ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે નજીકમાં રહેલા ટ્રાફિક જવાનોએ યુવકને સારવારમાં ખસેડ્યો હતો. બનાસકાંઠામાં દોરીથી 2 વ્યક્તિઓના ગળા કપાતા ગભીર ઈજા પહોંચી છે. જેઓને સારવાર માટે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરામાં દોરીથી અનેક લોકો થયા ઈજાગ્રસ્ત
વડોદરાના પાદરામાં પતંગની દોરીથી યુવાનનું ગળું કપાયું હતું. કરખડી ગામના યુવાનને પતંગની દોરીથી ગભીર ઈજાઓ પહોંચી હતી. યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં યુવકને લઈ જવામાં આવતા યુવાનને ગળાના ભાગે 30 ટાંકા લેવામાં આવ્યા હતા. તેમજ કરજણમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયુ હતું. નેશનલ હાઈલ 48 પરથી પસાર થતા સમયે પતંગ દોરીથી ગળાના ભાગે દોરી આવતા બાઇક સવાર ઈજાગ્રસ્ત થયો હતો. ચાલુ બાઈકે પતંગની દોરી યુવકના ગળામાં ફસાઈ જતાં ભારે ઈજાને કારણે સરકારી દવાખાનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે