Train Ticket Transfer: ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે, શું તે બીજાના નામે ટ્રાન્સફર કરી શકાય? જાણો શું છે પ્રક્રિયા
ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ મળે એટલે ઘણા લોકો મહિનાઓ પહેલાં બુકિંગ કરાવી લેતા હોય છે. પરંતુ ઘણીવાર જ્યારે યાત્રાનો સમય નજીક આવે તે પહેલાં તેનો પ્લાન કેન્સલ થાય છે. આવી સ્થિતિમાં તમારી બુક કરાવેલી ટિકિટ શું કોઈ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ શકે છે? જાણો તેનો જવાબ
Trending Photos
નવી દિલ્હીઃ રેલવેના નિયમ પ્રમાણે રિઝર્વ ટિકિટ (Train Reserved Ticket) ને કોઈ અન્યના નામે ટ્રાન્સફર કરી શકાય છે. પરંતુ કોઈ વ્યક્તિની ટિકિટ કોઈ અન્યના નામે ટ્રાન્સફર ન થઈ શકે. તે માટે રેલવેએ નિયમ બનાવ્યા છે. અમે તમને રેલવેના આ નિયમ વિશે જાણકારી આપી રહ્યાં છીએ. સાથે તમે તમારા નામની ટિકિટ કોના નામે ટ્રાન્સફર કરી શકો છો.
કઈ ટિકિટ થઈ શકે છે ટ્રાન્સફર
રેલવેના નિયમો અનુસાર કોઈપણ રિઝર્વ ટિકિટ કોઈ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ શરત છે કે તે ટિકિટનો બર્થ કે સીટ કન્ફર્મ હોય. વેઇટિંગ લિસ્ટ (Waitlisted Ticket)માં ટ્રાન્સફરની કોઈ વ્યવસ્થા નથી. રેલવેએ કેટલીક પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે, જે હેઠળ ટિકિટ ટ્રાન્સફર થઈ શકે છે.
પરિવારના સભ્ય હોય
તમે તમારી ટિકિટ કોઈ પરિવારના સભ્યના નામે ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ ફેમેલી મેમ્બરમાં પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ કે પત્ની હોવા જોઈએ. પિતરાઈ ભાઈ-બહેન ચાલશે નહીં. પરિવારના આ વ્યક્તિઓના નામે ટિકિટ ટ્રાન્સફર કરવા માટે તમારે ટ્રેન રવાના થવાના 24 કલાક પહેલા ચીફ રિઝર્વેશન સુપરવાઇઝર (CRS)ની પાસે અરજી આપવી પડશે.
લગ્નનું ગ્રુપ હોય તો
જો તમે કોઈ લગ્ન સમારોહમાં સામેલ થવા જવાનો છે. પરંતુ મેરેજ પાર્ટીના સભ્યમાં ફેરફાર થઈ રહ્યો છે તો તેમાં પણ ટિકિટ ટ્રાન્સફરની વ્યવસ્થા છે. તેવામાં (Marriage Party) ના હેડે ટ્રિન છૂટવાના 48 કલાક પહેલાં ચીફ રિઝર્વેશન સુપરવાઇઝરની પાસે એક લેખિત અરજી આપવી પડશે. તેમને જણાવવું પડશે કે ફલાણા વ્યક્તિના સ્થાન પર ફલાણી વ્યક્તિ યાત્રા કરશે.
વિદ્યાર્થીઓના મામલામાં શું થશે
જો યાત્રા કરનાર કોઈ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા (Recognized Educational Institution) નો વિદ્યાર્થી છે તો તે પોતાની ટિકિટ કોઈ અન્ય વિદ્યાર્થીના નામે ટ્રાન્સફર કરી શકે છે. આવી સ્થિતિમાં સંસ્થાના હેડે રેલવે ચીફ રિઝર્વેશન સુપરવાઇઝરને અરજી કરવી પડશે કે અમુક વિદ્યાર્થીઓની ટિકિટ અન્ય વિદ્યાર્થીના નામે ટ્રાન્સફર કરી દે. આ અરજી ટ્રેન છૂટવાના 48 કલાક પહેલાં આપવી પડશે.
એનસીસીના કેડેટની પણ ટ્રાન્સફર થાય છે ટિકિટ
તમે નેશનલ કેડેટ કોર (National Cadet Corps)કે એનસીસીનું નામ સાંભળ્યું હશે. એનસીસીના કેડેટની ટિકિટ પણ અન્ય કેડેટના નામે ટ્રાન્સફર થઈ શકે છે. તે માટે એનસીસીનો તે અધિકારી જે ગ્રુપને હેડ કરી રહ્યો છે, તે રેલવેના ચીફ રિઝર્વેશન સુપરવાઇઝરને અરજી આપશે. આ અરજી ટ્રેનના સમયના 24 કલાક પહેલાં આપવી જરૂરી છે.
સરકારી કર્મચારી હશે તો શું થશે
જો ટિકિટ કોઈ સરકારી કર્મચારીના નામે છે અને તેના બદલે કોઈ અન્ય કર્મચારી યાત્રા કરવા ઈચ્છે છે, તો પણ ટિકિટ ટ્રાન્સફરની વ્યવસ્થા છે. તે માટે યોગ્ય ઓથોરિટીએ રેલવેના ચીફ રિઝર્વેશન સુપરવાઇઝરના નામે એક રિટન અરજી આપવી પડશે. આ અરજી ટ્રેનના સમયના 24 કલાક પહેલાં આપવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે