પહેલા RBI એ નિરાશ કર્યા અને હવે HDFC એ આપ્યો મોટો ઝટકો, EMI ભરતા હોવ તો ખાસ જાણો
જો તમે પણ HDFC બેંકના ગ્રાહક હોવ, હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ લોન લીધી હોય તો તમારા માટે આંચકાજનક સમાચાર છે. ખાસ જાણો વિગતો....
Trending Photos
RBI એ એકવાર ફરીથી રેપો રેટમાં કાપ નહીં કરીને લોકોને નિરાશ કરી નાખ્યા. જ્યારે હવે દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંકે પોતાના ગ્રાહકોને જોરદાર ઝટકો આપ્યો છે. HDFC બેંકે અમુક પીરિયડ માટે લોન પર MCLR રેટમાં વધારો ઝીંકી દીધો છે. MCLR રેટમાં 0.05 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બેંકના આ ઝટકા બાદ ઓવરનાઈટ પીરિયડ માટે લોન રેટ 9.15 ટકાની જગ્યાએ વધીને 9.20 ટકા થઈ ગયો છે. નવા વ્યાજ દર 7 ડિસેમ્બરથી લાગૂ થઈ ગયા છે.
HDFC બેંકના ગ્રાહકોને મોટો ઝટકો
બેંકે ઓવરનાઈટ પીરિયડના વ્યાજ દરોમાં ફેરફાર કરતા તેને 9.15 ટકાથી વધારીને 9.20 ટકા કરી નાખ્યો છે. બેંકના આ નિર્ણયથી HDFC પાસેથી હોમ લોન, કાર લોન લેનારા ગ્રાહકોના ઈએમઆઈ પર અસર જોવા મળશે. MCLR વધવાથી ફ્લોટિંગ લોનના વ્યાજ દર વધી જાય છે. જેના કારણે વર્તમાન ગ્રાહકોના EMI વધી જાય છે. અત્રે જણાવવાનું કે બેંકે ફક્ત ઓવરનાઈટ MCLR માં ફેરફાર કર્યો છે. બાકી પીરિયડના લોન દરોને સ્થિર રાખવામાં આવ્યા છે. MCLR રેટ વધવાથી વર્તમાન ગ્રાહકોના હોમ લોન, કાર લોન, પર્સનલ લોનના વ્યાજ દર વધી ગયા. જ્યારે જે લોકો બેંક પાસેથી લોન લેવા માંગે છે તેમને પણ હવે મોંઘી લોન મળશે.
PayZapp વોલેટવાળાને પણ ઝટકો
આ પહેલા બેંકે પોતાના PayZapp વોલેટ યૂઝર્સને પણ ઝટકો આપ્યો છે. 6 ડિસેમ્બરના રોજ બેંકે નોટિફિકેશન મોકલીને આ અંગે જાણકારી આપી અને કહ્યું કે PayZapp વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા લોડ કરવામાં આવશે તો 2.5 ટકા પ્લસ GST ચાર્જ ભરવો પડશે. જો કે PayZapp વોલેટમાં યુપીઆઈ કે ડેબિટ કાર્ડ દ્વારા પૈસા એડ કરવામાં કોઈ ચાર્જ ભરવો પડશે નહીં. પહેલા આ ચાર્જ 1.5 ટકા હતો. જે 6 ડિસેમ્બરથી વધીને 2.5 ટકા થઈ ગયો.
અત્રે જણાવવાનું કે PayZapp એ એચડીએફસીની મોબાઈલ એપ્લિકેશન છે. આ એપની મદદથી તમે સરળતાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, પેમેન્ટ, બિલ પેમેન્ટ, જેવા કામ કરી શકો છો. જેની મદદથી ઓનલાઈન શોપિંગથી લઈને ફ્લાઈટ ટિકિટ બુકિંગ, યુટિલિટી બિલ્સ, મોબાઈલ રિચાર્જ જેવા તમામ કામ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે