ગુજરાતીઓ ઠગાઈની નવી MO થી સાવધાન! ગાડી અને મેડિકલના વીમાના રિન્યુઅલમાં ભૂલથી પણ ના કરતા આવી ભૂલો
આ લોકો ઓનલાઈન ડેટા રાખે છે. જેમાં તમારા કાર-સ્કૂટર કે અન્ય વાહનના વીમાની રિન્યુઅલ થવાની તારીખની વિગતો એમની પાસે હોય છે. રિન્યુઅલની ડેટ નજીક હોય ત્યારે આ ગેંગ સતત તમને ફોન કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું પ્રેશર કરે છે. તમે આખરે કંટાળીને ઓનલાઈન પેમેન્ટ કરો અને તમે ઠગાઈનો ભોગ બનો છો. વીમા કંપનીના કોલ સેન્ટરમાંથી વીમો રિન્યુ કરાવવા માટે વીમા કંપનીમાથી કોલ અને મેસેજ આવતા હોય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઓનલાઈન ઠગાઈના કેસો સતત વધી રહ્યાં છે. લોકો પાસે આ ડેટા ક્યાંથી આવે એ સૌથી મોટો સવાલ છે. ગુજરાતમાં ગાડીઓ અને મેડીકલના વીમાના રિન્યુઅલના નામે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. ફ્રોડ કરતી ગેંગ ગ્રાહકોને વીમા રિન્યુઅલના પેકેજમાં ડીસ્કાઉન્ટની ઓફર કરીને મોબાઇલ ફોન પર લીંક મોકલીને એકાઉન્ટમાં નાણાંની ઉઠાંતરી કરે છે. ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના ૩૦૦થી વધુ કિસ્સા રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. જેમાં મોટાભાગની ગેંગ સુધી પોલીસ પહોંચી શકી નથી.
આ લોકો ઓનલાઈન ડેટા રાખે છે. જેમાં તમારા કાર-સ્કૂટર કે અન્ય વાહનના વીમાની રિન્યુઅલ થવાની તારીખની વિગતો એમની પાસે હોય છે. રિન્યુઅલની ડેટ નજીક હોય ત્યારે આ ગેંગ સતત તમને ફોન કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું પ્રેશર કરે છે. તમે આખરે કંટાળીને ઓનલાઈન પેમેન્ટ કરો અને તમે ઠગાઈનો ભોગ બનો છો. વીમા કંપનીના કોલ સેન્ટરમાંથી વીમો રિન્યુ કરાવવા માટે વીમા કંપનીમાથી કોલ અને મેસેજ આવતા હોય છે.
જેમાં જે તે વીમા કંપની લીંક મોકલીને ઓનલાઇન પેમેન્ટ કરીને વીમો રિન્યુઅલ કરવાનું કહે છે. જો કે હવે ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ દ્વારા વીમા કંપનીના નામે કોલ કરીને વાહન કે મેડીકલના વીમાના રિન્યુઅલ પ્રિમિયમ ભરવા માટે જણાવવાનું કહીને છેતરપિંડી કરે છે. જો તમને પણ ડિસ્કાઉન્ટના નામે આ રીતે ઓનલાઈન પેમેન્ટ કરવાના ફોન આવે છો કો 2 વાર વિચાર કરજો નહીં તો પસ્તાવાનો વારો આવશે.
આ ટોળકી હોશિયાર હોય છે. જેઓની પાસે તમારો તમામ ડેટા હોય છે. તમે એમની વાતોમાં આવી જાઉ તો એ તમને એમની વાતોમાં ઉતારી લઈને પેમેન્ટ કરાવી લે છે. આપણે એમાં પણ વીમા પ્રિમિયમ પર ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપે છે. જે બાદ વીમો ભરવા માટેની લીંક મોકલીને તેમાં ક્લીક કરાવીને ઓટીપી મેળવીને બેંક એકાઉન્ટમાંથી મોટાભાગની રકમ ઉપાડી લે છે.
આમ, ગુજરાતમાં વીમાના રિન્યુઅલના નામે લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. જેથી પોલીસ અધિકારીઓ કહે છે કે વીમાં કંપનીની અધિકૃત સાઇટ પર અથવા કોલ સેન્ટરમાંથી આવતા કોલને આધારે જ પેમેન્ટ કરવું. આ પ્રકારની છેતરપિંડીમાં મોટાભાગે મહિલાઓ અને સીનિયર સીટિઝનો ભોગ બનતા હોવાથી આ લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે