ક્યારેક દેવામાં ડુબેલા અનિલ અંબાણીના બદલાયા હાલ, હવે ₹10000 કરોડના પોતાના પ્લાનથી વધારશે અદાણીનું ટેન્શન!

Anil Ambani Reliance Power Plan: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર લિમિટેડે આંધ્ર પ્રદેશમાં રૂ. 10000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. કંપની આંધ્રપ્રદેશમાં સોલાર એનર્જી પ્લાન્ટ અને એકીકૃત સૌર ઉત્પાદન ક્ષમતામાં રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.

ક્યારેક દેવામાં ડુબેલા અનિલ અંબાણીના બદલાયા હાલ, હવે ₹10000 કરોડના પોતાના પ્લાનથી વધારશે અદાણીનું ટેન્શન!

Anil Ambani: એક સમયે દેવામાં ડૂબેલા અને નાદારીની આરે આવેલા અનિલ અંબાણી હવે પુનરાગમન કરી રહ્યા છે. તેના ખરાબ દિવસોનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અનિલ અંબાણીની કંપનીઓ પર દેવાનો બોજ ઓછો થઈ રહ્યો છે ત્યારે કંપની હવે રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીઓને નવા ઓર્ડર મળવા લાગ્યા છે. હવે કંપની વિસ્તરણ પર ફોકસ વધારી રહી છે. દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના દિવસો નવા વર્ષમાં બદલાવા લાગ્યા છે. કંપનીએ ગ્રીન એનર્જી સેક્ટરમાં મોટા રોકાણની જાહેરાત કરી છે.  

શું છે અનિલ અંબાણીની યોજના?  

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર લિમિટેડે આંધ્ર પ્રદેશમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે. કંપની આંધ્રપ્રદેશમાં સોલાર એનર્જી પ્લાન્ટ અને એકીકૃત સૌર ઉત્પાદન ક્ષમતામાં રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. 

અનિલ અંબાણીની તૈયારી

અનિલ અંબાણીની પાવર કંપની રિલાયન્સ પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ એનયુ સનટેક પ્રાઇવેટ લિમિટેડે એક મોટો સોદો જીત્યો છે, કંપનીએ 930 મેગાવોટ સોલર એનર્જી પ્લાન્ટ અને 1860 મેગાવોટ બેટરી સ્ટોરેજ ક્ષમતા સાથેનો પ્રોજેક્ટ હસ્તગત કર્યો છે. આંધ્રપ્રદેશના કુર્નૂલમાં નિર્માણ થનારા આ પ્રોજેક્ટ અંગે અનિલ અંબાણી આ પ્રોજેક્ટને 24 મહિનામાં એટલે કે બે વર્ષમાં પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છે.

ગ્રીન એનર્જીમાં મોટા રોકાણની તૈયારી  

અનિલ અંબાણી તેમની કંપની રિલાયન્સ પાવર દ્વારા એશિયામાં એક જ સ્થળે સૌથી મોટા સોલર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પર કામ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે સ્થળ મુલાકાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે અનિલ અંબાણી પોતાના પ્રોજેક્ટથી ગૌડમ અદાણીના વિસ્તારમાં હલચલ મચાવશે. ગ્રીન એનર્જી સેક્ટરમાં ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરે છે, પરંતુ અનિલ અંબાણીની આ સેક્ટરમાં એન્ટ્રી બાદ તેમને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. જો બધુ બરાબર રહ્યું તો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર લિમિટેડ આગામી બે વર્ષમાં સૌર ઉર્જા ક્ષેત્રમાં ઉત્પાદન શરૂ કરશે.  

આંધ્રપ્રદેશમાં બની રહેલા પાવર પ્લાન્ટ અંગે કંપનીનો દાવો છે કે તે એશિયામાં એક જગ્યાએ સૌથી મોટો સોલાર અને બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ હશે. કંપનીનો દાવો છે કે આ પ્રોજેક્ટથી 5000 કામદારોને રોજગાર મળશે. અનિલ અંબાણી આટલેથી અટકવાના નથી, બલ્કે તેઓ આંધ્રપ્રદેશમાં એકીકૃત સોલાર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવા માટે રૂ. 6500 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news