અમદાવાદ એરપોર્ટ પર જનારાને લાગશે મોટો ઝટકો, અદાણીએ ઝીંકેલો તોતિંગ પાર્કિંગ ચાર્જ આજથી વસૂલાશે

આજે તમે અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર જવાના છો, તો વધુ પાર્કિંગ ચાર્જ આપવા તૈયાર રહેજો. અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં આજથી વધારો લાગુ પડશે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપની દ્વારા પાર્કિંગ ચાર્જ (parking charge) માં વધારો કરાયો છે. જોકે, શોકિંગ વાત એ છે કે, કાર પાર્કિંગ ચાર્જમાં બમણો તેમજ ટુ વ્હીલર પાર્કિંગ ચાર્જમાં ચાર ગણો ચાર્જ વધારવામાં આવ્યો છે. જે આજે 1 એપ્રિલથી લાગુ પડશે. 

અમદાવાદ એરપોર્ટ પર જનારાને લાગશે મોટો ઝટકો, અદાણીએ ઝીંકેલો તોતિંગ પાર્કિંગ ચાર્જ આજથી વસૂલાશે

અતુલ તિવારી/અમદાવાદ :આજે તમે અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર જવાના છો, તો વધુ પાર્કિંગ ચાર્જ આપવા તૈયાર રહેજો. અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં આજથી વધારો લાગુ પડશે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપની દ્વારા પાર્કિંગ ચાર્જ (parking charge) માં વધારો કરાયો છે. જોકે, શોકિંગ વાત એ છે કે, કાર પાર્કિંગ ચાર્જમાં બમણો તેમજ ટુ વ્હીલર પાર્કિંગ ચાર્જમાં ચાર ગણો ચાર્જ વધારવામાં આવ્યો છે. જે આજે 1 એપ્રિલથી લાગુ પડશે. 

આજથી અમદાવાદ એરપોર્ટ (adani airport) પર પ્રથમ અડધા કલાકથી લઈને 2 કલાક અને 24 કલાકના પાર્કિંગ ચાર્જ નક્કી કરાયા છે. અમદાવાદ એરપોર્ડ પર હવે પહેલા અડધો કલાક કાર પાર્કનો ચાર્જ રૂપિયા 80થી વધારીને 90 રૂપિયા કર્યો છે. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂપિયા 80 વસૂલવામાં આવતો હતો, ત્યારે હવે 30 મિનિટ માટે જનતાએ 90 રૂપિયા ચૂકવવા પડશે. એરપોર્ટ પર પીકઅપ ડ્રોપ સમય 5 મિનીટ ફ્રી રાખવામાં આવ્યો છે, જે ખૂબ જ ઓછો હોવાથી વિરોધ પણ થઈ રહ્યો છે. એરપોર્ટ પર આવત પ્રીપેઈડ ટેક્સીચાલકોને ભાવવધારાની જાણ કરાઈ છે. 

આ પણ વાંચો : સવારની પરોઢમાં 3 લડાકુ રાફેલ જામનગર એરફોર્સ પર ઉતર્યા, વાયુસેના વધુ મજબૂત બનશે 

તો બીજી તરફ, કાર પાર્કિંગનો સમય પણ ઘટાડીને ચોથા ભાગનો કરી દેવામાં આવ્યો છે. તેમાં પણ 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ જોતા હવે આજથી અમદાવાદ એરપોર્ટ પર વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. 

  • કાર ચાલકે એરપોર્ટમાં પાર્કિંગ માટે 30 મિનીટના 90 રૂપિયા અને 2 કલાકના 150 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે
  • ટુ વ્હીલર માટે 30 મિનીટના 30 રૂપિયા અને 2 કલાકના 80 રૂપિયા ચૂકવવાના રહેશે
  • રીક્ષાચાલકોએ પણ પાર્કિંગમાં ઉભા રહેવા માટે 60 રૂપિયા ચૂકવવાના રહેશે
  • કોચ-બસને પ્રથમ 30 મિનિટ પાર્ક કરવા રૂપિયા 500 અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 800 આપવા પડશે
  • ટેમ્પો-મીની બસને 30 મિનિટ પાર્ક કરવા રૂપિયા 300 અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 500 ચૂક્વવા પડશે

આ પણ વાંચો : ‘હું પણ રાજપૂત છું, અને પત્નીને ઘરકામમાં મદદ કરું છું...’ રિવાબાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવ્યું 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news