PPF સહિત અન્ય બચત યોજનાઓ પર વ્યાજદરમાં કાપનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો, પહેલાની જેમ મળશે ફાયદો
નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે.
Trending Photos
નવી દિલ્હી: નાની બચત યોજનાઓ (small savings schemes) પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે.
સરકારે 31 માર્ચના રોજ PPF, સુકન્યા સમૃદ્ધિ જેવી તમામ નાની બચત યોજનાઓના વ્યાજદર પર ઘટાડાની જાહેરાત કરી હતી અને આજે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારના આ નિર્ણયની જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટથી આપી. નાણામંત્રીએ લખ્યું કે ભારત સરકારની નાની બચત યોજનાઓ પર વ્યાજદર એ જ રીતે મળતું રહેશે જે 2020-21ના છેલ્લા ત્રિમાસિકમાં મળતું હતું. એટલે કે માર્ચ 2021 સુધી જે વ્યાજદર મળતું હતું તે જ રીતે વ્યાજ મળતું રહેશે. ગઈ કાલે બહાર પાડવામાં આવેલો આદેશ પાછો ખેંચવામાં આવે છે.
સિનિયર સિટિઝન્સને પણ રાહત
અત્રે જણાવવાનું કે નાની બચત યોજનાઓને સરકાર દર ત્રિમાસિક પર નોટિફાય કરે છે. બુધવારે સરકારે નાણાકીય વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક એટેલે કે 1 એપ્રિલથી લઈને 30 જૂન 2021 સુધી મળનાર વ્યાજદરોને રિવાઈઝ કર્યા હતા. સરકારે બુધવારે પાંચ વર્ષીય સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કિમના વ્યાજ દર પણ 0.9 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરી નાખ્યા હતા. જો કે હવે જૂના વ્યાજદર જ લાગુ રહેશે.
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021.
Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia @PIB_India
— Nirmala Sitharaman (@nsitharaman) April 1, 2021
સુકન્યા સમૃદ્ધિ ઉપર પણ જૂના વ્યાજદર લાગુ રહેશે
પહેલીવાર સેવિંગ્સ ડિપોઝિટના વ્યાજદર 0.5 ટકા ઘટાડીને 3.5 ટકા વાર્ષિક કરાયા જે પહેલા 4 ટકા વાર્ષિક મળતા હતા. હવે નવી જાહેરાત મુજબ જૂના વ્યાજદર જ લાગુ રહેશે. બુધવારે બાલિકાઓ માટે બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજદર 2021-22ના પહેલા ત્રિમાસિક માટે 0.7 ટકા ઘટાડીને 6.9 ટકા કરી નાખવામાં આવ્યો હતો.
કિસાન વિકાસ પત્ર
કિસાન વિકાસ પત્ર પર વાર્ષિક વ્યાજ દર 0.7 ટકા ઓછો કરીને 6.2 ટકા કરવામાં આવ્યો હતો. હવે તેના પર પહેલાની જેમ જ 6.9 ટકાના દરે વ્યાજ મળતું રહેશે. નાણા મંત્રાલયે 2016માં વ્યાજદર ત્રિમાસિક આધાર પર નક્કી કરવામાં આવી હોવાની જાહેરાત કરતા કહ્યું હતું કે નાની બચત યોજનાઓ પર વ્યાજ સરકારી બોન્ડના પ્રતિફળ સાથે જોડાયેલું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે