7th Pay Commission: થઈ ગયું કન્ફર્મ! જાન્યુઆરી 2025માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો, જાણો અપડેટ

7th Pay Commission dearness allowance hike news January 2025: કેન્દ્ર સરકાર દર 6 મહિના પર મોંઘવારી ભથ્થામાં સંશોધન કરે છે. જુલાઈ 2024માં 3 ટકાના વધારા બાદ હવે જાન્યુઆરી 2025માં 3 ટકાના વધારાની સંભાવના છે. તેનાથી 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે.
 

7th Pay Commission: થઈ ગયું કન્ફર્મ! જાન્યુઆરી 2025માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો, જાણો અપડેટ

7th Pay Commission DA Hike January 2025: કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા વર્ષમાં ખુશખબર આવવાની છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે. ચર્ચા છે કે ફરી મોંઘવારી ભથ્થામાં સારો વધારો થઈ શકે છે.  AICPI ઈન્ડેક્સના આંકડા પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓ (Central government employees)ના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. વર્તમાન ટ્રેન્ડ ઈશારો કરી રહ્યો છે કે મોંઘવારી ભથ્થું (January 2025 DA) 56 ટકા સુધી પહોંચશે. તેની ગણતરી પણ સમજી લઈએ. અત્યારે AICPI Index ના ઓક્ટોબર સુધીના નંબર આવ્યા છે. પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો ડીએમાં 3 ટકાનો વધારો થવાની સંભાવના છે.

AICPI ના આંકડા
AICPI ઇન્ડેક્સ દેશમાં ફુગાવો અને કોમોડિટીના ભાવમાં ફેરફારને ટ્રેક કરે છે. અત્યાર સુધી, આ અર્ધ વર્ષ માટે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2024ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તેમના અનુસાર, જુલાઈમાં આ આંકડો 142.7 પોઈન્ટ પર હતો, જેના કારણે મોંઘવારી ભથ્થાનો સ્કોર 53.64 ટકા પર પહોંચ્યો હતો. ઓગસ્ટમાં ઇન્ડેક્સ 142.6 પોઈન્ટ્સ અને DA 53.95% પર પહોંચ્યું હતું, જ્યારે સપ્ટેમ્બરમાં 143.3 પોઈન્ટની સામે, ભથ્થાનો સ્કોર 54.49% હતો. તે જ સમયે, ઓક્ટોબરના તાજેતરના ડેટામાં, ઇન્ડેક્સ 144.5 પોઇન્ટ પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 55.05% પર પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે વર્તમાન મોંઘવારી ભથ્થાનો દર 53 ટકા છે જે જુલાઈ 2024થી લાગુ છે.

1 જાન્યુઆરીથી મળશે નવું DA
કેન્દ્ર સરકાર દર છ મહિને ડીએમાં સંશોધન કરે છે. જુલાઈ 2024માં 3 ટકાના વધારા બાદ હવે જાન્યુઆરી 2025માં પણ ત્રણ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025થી લાગૂ થશે, પરંતુ તેની જાહેરાત માર્ચ 2025માં થવાની આશા છે. સામાન્ય રીતે સરકાર માર્ચમાં હોળી આસપાસ તેની જાહેરાત કરે છે.

શું જોવા મળી રહ્યો છે નવેમ્બર-ડિસેમ્બરનો ટ્રેન્ડ?
ઓક્ટોબર સુધી ઈન્ડેક્સનો નંબર 144.5 પોઈન્ટ પર છે, જેના કારણે મોંઘવારી ભથ્થું 55.05% થઈ ગયું છે. જો આગામી બે મહિનાનો ટ્રેન્ડ જુઓ તો નવેમ્બરમાં ઈન્ડેક્સ 145 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જેથી મોંઘવારી ભથ્થું  55.59% પહોંચશે. તો ડિસેમ્બરમાં ઈન્ડેક્સનો નંબર 145.3 પોઈન્ટ રહેવાનું અનુમાન છે, જેનાથી મોંઘવારી ભથ્થામાં સારો વધારો જોવા મળશે. પરંતુ તે 56.18% સુધી પહોંચશે. આવી સ્થિતિમાં 3 ટકાનો વધારો કુલ મોંઘવારી ભથ્થામાં આવવાની સંભાવના છે.

7th pay commission january 2025 da hike expected update central government employees

પગારમાં કેટલો થશે વધારો?
7th pay Commission ના પે-ગ્રેડ પ્રમાણએ જોઈએ તો મિનિમમ બેસિક સેલેરીવાળા કર્મચારીઓને વાર્ષિક 6480 રૂપિયાનો ફાયદો થશે. ઉદાહરણ માટે બેસિક પગાર ₹18,000 છે અને મોંઘવારી ભથ્થું 56 ટકા થાય તો ગણતરી આ રીતે થશે. 

જાન્યુઆરી 2025 થી DA: ₹18,000 x 56% = ₹10,080/મહિને
જુલાઈ 2024 થી DA: ₹18,000 x 53% = ₹9,540/મહિને
3% વધારા પછી તફાવત: ₹540 પ્રતિ મહિને

ડિસ્ક્લેમરઃ ઉપર આપવામાં આવેલી પગારની ગણતરી માત્ર અનુમાનના આધારે છે. બાકી ભથ્થા જોડાવા અને ફિટમેન્ટ ફેક્ટરને કારણે એક્ચુઅલ સેલેરી ખુબ અલગ હોઈ શકે છે. અહીં માત્ર મોંઘવારી ભથ્થાનો તફાવત દર્શાવવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news