સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે, ખેડૂતોને સરળતાથી લોન મળી શકશે

SVAMITVA Scheme Property Card: પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં જમીનના રેકોર્ડને ડિજિટલ સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે. જેનાથી લોકોને પોતાની જમીનના માલિકી હકનો અધિકાર મળી શકે છે. 

સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે, ખેડૂતોને સરળતાથી લોન મળી શકશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ (SVAMITVA Scheme Property Card) ની વહેંચણી કરી. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયેલા હતા. તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા શરૂ કરાયેલી આ યોજના હેઠળ સવાર 2 કરોડ લોકોને પોતાના ઘરનો પાક્કો પુરાવો મળ્યો છે. પહેલા ગામમાં લોકો પાસે લાખો-કરોડોની સંપત્તિ હોવા છતાં તેની એટલી કિંમત નહતી. કારણ કે તેમની પાસે કાનૂની દસ્તાવેજ હોતા નહતા. હવે 100 લાખ કરોડ રૂપિયાથી વધુની ઈકોનોમિક એક્ટિવિટીઝનો રસ્તો  ખુલી ગયો છે. 

2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર
તેમણે કહ્યું કે આજના સમયમાં ગામડાની અર્થવ્યવસ્થા ખુબ મહત્વપૂર્ણ છે. પહેલા ઘર કે જમીન મિલકત અંગે વિવાદ થતા હતા. દબંગો ઘર અને જમીન પર કબજો જમાવી  લેતા હતા અને કોઈ દસ્તાવેજ તૈયાર ન હોવાના કારણે બેંક પણ અંતર જાળવતી હતી. આ યોજના હેઠળ 12 રાજ્યોના 230 જિલ્લાના 50 હજારથી વધુ ગામ સામેલ છે. અત્યાર સુધીમાં 1.53 લાખથી વધુ ગામ માટે લગભગ 2.25 કરોડ સંપત્તિ કાર્ડ તૈયાર થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 3.17 લાખથી વધુ ગામોમાં ડ્રોન દ્વારા સર્વેનું કામ પૂરું થઈ ચૂકયું છે. જે લક્ષ્યના 92 ટકા છે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ, લદાખ, દિલ્હી, દાદરા અને નગર હવેલી તથા દબણ અને દીવની સાથે સાથે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યો પણ સામેલ છે. આ રાજ્યો ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ, પુડુચેરી, ત્રિપુરા, આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા ગોવાના  તમામ ગામડાઓ માટે સંપત્તિ કાર્ડ બનાવવામાં આવ્યા છે. 

શું છે આ પ્રોપર્ટી કાર્ડ યોજના
કેન્દ્ર તરફથી ચલાવવામાં આવતી સરકારી યોજના છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલના રોજ 9 રાજ્યોમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી હતી. આ યોજનામાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા જમીનોનું મેપિંગ અને માલિકોનો એક રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ સંપત્તિના માલિકોને એક કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેનો હેતુ ગ્રામીણ સંપત્તિઓનો માલિકી હક અપાવવાનો છે. 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ અત્યાર સુધીમાં આ યોજના હેઠળ આવરી લેવાયેલા છે. 

સિક્કિમ, તેલંગણા, અને તમિલનાડુ ફક્ત પાઈલટ ફેઝમાં હતા. પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ અને મેઘાલય આ યોજનામાં સામેલ થયા નથી. સ્વામિત્વ યોજના ત્રિપુરા, ગોવા, ઉત્તરાખંડ, અને હરિયાણામાં સંપૂર્ણ રીતે લાગૂ થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ તથા અનેક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડ્રોન સર્વે પૂરો થયો છે. આ યોજના હેઠળ કાર્ડ આપવામાં આવે છે. જેમાં જમીન અંગે પૂરેપૂરી જાણકારી હોય છે. આ કાર્ડની મદદથી તમે કોઈ પણ બેંકમાંથી સરળતાથી લોન લઈ શકો છો. 

યોજનાના 5 મોટા ફાયદા

1. તેનો મુખ્ય હેતુ સંપત્તિ સંલગ્ન વિવાદોમાં ઘટાડો લાવવાનો અને જમીનનો સટીક રેકોર્ડ રાખવાનો છે. 

2. ગ્રામીણોને લોન અને નાણાકીય લાભ માટે પોતાની સંપત્તિને ફાઈનાન્શિયલ એસેટ માટે વપરાશમાં લાવવી. 

3. આ યોજનાથી જે પણ પ્રોપર્ટી ટેક્સ મળશે તે પંચાયત કે રાજ્યના ખજાનામાં સામેલ થશે. 

4. આ યોજના હેઠળ જીઆઈએસ મેપિંગ કરાશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સર્વે કરવામાં આવશે. 

કયા રાજ્યમાં કેટલું થયું કામ
યુપી અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોએ ક્રમશ: 73.57 ટકા અને 68.93 ટકા સંપત્તિ કાર્ડ તૈયાર કરવામાં પૂરતી પ્રગતિ સાથે 100 ટકા ડ્રોન સર્વેક્ષણ હાંસલ કર્યું છે. હરિયાણા અને ઉત્તરાખંડ ડ્રોન સર્વેક્ષણ તથા સંપત્તિ કાર્ડ તૈયારી બંનેમાં 100 ટકા લક્ષ્ય સાથે આગળ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાને ડ્રોન સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતે 98 ટકાથી વધુની ઉપલબ્ધિ મેળવી છે. કુલ 67,000 વર્ગ કિલોમીટર ગ્રામીણ જમીનનો સર્વેક્ષણ કરાયો છે. જેનું મૂલ્ય 132 લાખ કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news