WhatsApp પર જોઈન કર્યું 'સ્યુસાઇડ ગ્રુપ', યુવતી સહિત 4 લોકોએ કરી આત્મહત્યા

બ્રિટનમાં એક યુવતી વોટ્સએપ ગ્રુપ જોઈન કરે છે અને આત્મહત્યાની રીત પર ચર્ચા કરી પોતાનો જીવ ગુમાવે છે. પોલીસને મહિલા સિવાય 3 અન્ય લોકોની લાશ મળી છે, જે આ ગ્રુપના સભ્ય હતા. 

WhatsApp પર જોઈન કર્યું 'સ્યુસાઇડ ગ્રુપ', યુવતી સહિત 4 લોકોએ કરી આત્મહત્યા

નવી દિલ્હીઃ બ્રિટનના પોર્ટ્સલેન્ડમાં જંગલમાં એક યુવતીની લાશ મળી. યુવતીની ઓળખ 20 વર્ષીય એમી સ્પ્રિંગર (Amy Springer) તરીકે થઈ છે. પોલીસે જ્યારે મામલાની તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીએ જીવ આપતા પહેલા એક વોટ્સએપ ગ્રુપ જોઈન કર્યું હતું અને આ ગ્રુપ પર સ્યુસાઇડની 'સારી રીત' પર ચર્ચા કરી હતી. 

વોટ્સએપ ગ્રુપ પર શું થઈ ચર્ચા?
પોલીસને યુવતી સિવાય ત્રણ અન્ય લોકોની લાશ મળવાની જાણકારી મળી હતી. તપાસમાં સામે આવ્યું કે તે ત્રણેય લોકોએ પણ આત્મહત્યા કરી હતી અને આ ત્રણેય લોકો પણ તે વોટ્સએપ ગ્રુપના સભ્ય હતા. એમી સ્પ્રિંગરની સાથે તેણે પણ વોટ્સએપ ગ્રુપ પર સ્યુસાઇડ કરવાની રીત પર ચર્ચા કરી હતી. વોટ્સએપ પર ચર્ચા બાદ 4 લોકોની આત્મહત્યાના કેસે પોલીસને પણ ચોંકાવી દીધી છે. 

આવા ગ્રુપનો શું ઉદ્દેશ્ય
પોલીસની તપાસમાં સામે આવ્યું કે સ્યુસાઇડ પહેલા એમી  વોટ્સએપ ગ્રુપ પર તે વાતની ચર્ચા કરી રહી હતી કે પોતાના જીવનને કઈ રીતે ખતમ કરી શકાય. ત્યારબાદ તેની લાશ પોર્ટ્સલેન્ડના બેનફીલ્ડ વેલી ક્રિકેટ ક્લબની પાસે જંગલમાં મળી હતી. પોલીસ હવે આ સ્યુસાઇડ ગ્રુપમાં સામેલ લોકોની ઓનલાઇન વાતચીત વિશે જાણકારી મેળવી રહી છે. 

માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી એમી
Daily mail ના રિપોર્ટ પ્રમાણે પોલીસને શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે એમી માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી. બાળપણમાં તેના નાના ભાઈનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ તેની પારિવારિક સ્થિતિ પણ એવી રહી કે તે હંમેશા ચિંતામાં હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેના માનસિક સ્વાસ્થ્યમાં સુધાર થયો હતો. પરંતુ અચાનક વોટ્સએપ ગ્રુપ પર થયેલી ચર્ચા બાદ તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news