Water Problem: અમીરોના આ નવાબી શોખના કારણે ગરીબો પર છવાયું મોટું સંકટ...
આ એક ચિંતાજનક મુદ્દો છે. કારણ કે વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં ખુલાસો કરી રહ્યા છે કે, દક્ષિણ આફ્રિકાના શહેર કેપટાઉનમાં 14 ટકા અમીર લોકો 51 ટકા પાણીનો ખર્ચ કરી રહ્યા છે. તો ગરીબ અને મધ્ય વર્ગના 62 ટકા લોકોના ભાગમાં માત્ર 27 ટકા પાણી આવી રહ્યું છે.
Trending Photos
અમીરોના શોખ ગરીબોને ભારે પડી રહ્યા છે. અમીરો સ્વીમિંગ પુલ માટે એટલું પાણી વાપરી રહ્યા છે ત્યારે સ્થિતિ એવી આવી શકે છે કે, અન્ય વર્ગના લોકોને પાણી જ ન મળે. વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં ખુલાસો કરી રહ્યા છે કે, દક્ષિણ આફ્રિકાના શહેર કેપટાઉનમાં 14 ટકા અમીર લોકો 51 ટકા પાણીનો ખર્ચ કરી રહ્યા છે. તો ગરીબ અને મધ્ય વર્ગના 62 ટકા લોકોના ભાગમાં માત્ર 27 ટકા પાણી આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર 2018માં જ્યારે કેપટાઉનમાં ભયંકર જળ સંકટ હતું ત્યારે ત્યાંના ગરીબ લોકો પાસે રોજીંદી જરૂરિયાતો પુરી કરવા માટે પાણી નહોતું.
ભારતમાં આવી છે સ્થિતિ
ભારતની રાજધાની દિલ્લીની વાત કરીએ તો અહીં રોજના 115 કરોડ ગેલન પાણીની જરૂર રહે છે. જેમાં માત્ર 93.5 કરોડ લીટર પાણીની જ જરૂર પુરી થઈ શકે છે.આ સ્થિતિ ત્યારની છે જ્યારે દિલ્લીમાં નિકળયું 70 ટકા ગંદુ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સાફ કરવામાં આવે છે. આ માટે જલાપૂર્તિ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગંદા પાણીને સાફ કરવામાં આવે છે.
લેહ લદ્દાખમાં પર્યટકોની સંખ્યા વધવાના કારણે પાણીની જરૂરમાં વધારો થયો છે. પહેલા 2016માં લેહની હોટેલોમાં 12 હજાર 474 રૂમ હતા જ્યારે હવે 17 હજારથી વધારે રૂમ છે. અહીંની પાણીની જરૂરિયાત કરતા ઓછું પાણી ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં પ્રતિ એક વ્યક્તિ પાંચ લીટર પાણી જ ઉપલબ્ધ છે.
પાણીના બચાવ માટે અને સંચય માટે વર્ષ 2004માં સોંગદો પ્રોજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત એક કૃત્રિમ દ્વીપ તૈયાર કરાયો છે. જેમાં વરસાદના પાણીનો સંચય થાય છે.
આ છે પાણીની તંગીના કારણો
- ઘરમાં 25 ટકા પાણીનો તો વ્યય થાય છે. ફ્લશમાં રોજનું લગભત 65 લીટર પાણી વહી જાય છે.
- બ્રશ કરવા સમયે અને કપડાં ધોવાના સમયે સૌથી વધુ પાણીનો વેડફાટ થાય છે.
- ભંડાર જળનું 50 ટકા પાણી ઘરમાં ફેંકી દેવામાં આવે છે.
- પાણીની બરબારી માટે મોટા અને વયસ્ક લોકો વધારે જવાબદાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે