જૂનાગઢમાં ચાલતો વિવાદ ક્યારે થશે શાંત? અંબાજી બાદ ભૂતનાથ મંદિરનો વિવાદ, મહેશગીરી પર લાગ્યો આરોપ

જૂનાગઢમાં આવેલા ભૂતનાથ મંદિરની ગાડીના વિવાદને લઈને રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં ભૂતનાથ મંદિરના વિવાદ મુદ્દે શિવગીરી બાપુ દ્વારા પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં ગિરીશ કોટેચા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

જૂનાગઢમાં ચાલતો વિવાદ ક્યારે થશે શાંત? અંબાજી બાદ ભૂતનાથ મંદિરનો વિવાદ, મહેશગીરી પર લાગ્યો આરોપ

જૂનાગઢઃ ગરવા ગઢની તપોભૂમિ એવા જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પહેલા અંબાજી મંદિર ત્યારબાદ ભૂતનાથ મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે. મહેશગિરિ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરિશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં ભૂતનાથ મંદિરની ગાદીનો એક નવો જ ખુલાસો થયો છે. શું છે આ ખુલાસો?...જુઓ આ અહેવાલમાં...

ગઢ ગિરનાર જે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની એક અલગ ઓળખ છે. તે સંતો અને મહંતોની ભૂમિ જૂનાગઢમાં ઘણા સમયથી ચાલતો વિવાદ સમાવવાનું નામ નથી લઈ રહ્યો...જે ભૂતનાથના મહંત તરીકે હાલ કાર્યરત છે તે મહેશગિરિ પર એક ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ભૂતનાથની ગાદી શામ-દામ અને દંડથી પડાવી લીધી હોવાનો આરોપ ભૂતનાથના દિવંગત મહંત વસંતગીરીના ચેલા શિવગીરીએ લગાવ્યો છે...વસંતગિરિ બ્રહ્મલીન થયા પહેલા જે વસિયત કરી હતી તેમાં શિવગિરિને વારસદાર બનાવ્યા હતા છતાં પણ મહેશગિરિએ ગેરકાયદે કબજો જમાવી દીધો હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે.

વસંતગિરિ મહારાજ બ્રહ્મલિન થયા પહેલા તેમણે જે વસિયત કરી હતી...તે સિલબંધ કવરવાળી વસિયત પણ મીડિયાની હાજરીમાં ખોલવામાં આવી હતી...જેમાં સ્પષ્ટ લખેલું જોવા મળ્યું કે, વસંતગિરિ પછી ભૂતનાથની ગાદીના વારસદાર શિવગિરિ રહેશે....શિવગિરિની ચાદરવિધિ પણ કરાઈ હતી...પરંતુ મહેશગિરિએ ખોટી રીતે ભૂતનાથ મંદિર પર કબજો જમાવી લીધો છે...મીડિયાની હાજરીમાં સીનિયર એડવોકેટ હેમા શુકલે વસિયતને વાંચી પણ હતી...

આ સોગંદનામા પરથી તો સ્પષ્ટ થાય છે કે ભૂતનાથ મંદિરના મહંત તરીકે ખરેખર તો વસંતગિરિ જ જોવા જોઈએ. મહેશ ગિરિ અને ગિરિશ કોટેચા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જોરદાર વાકયુદ્ધ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે સંતોનું એક સંમેલન પણ ગિરિશ કોટેચા બોલાવવા જઈ રહ્યા છે. એ જોવાનું રહેશે કે આ સમગ્ર વિવાદનો અંત ક્યારે આવે છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news