Good News: ક્રિકેટના મેદાન ફરી તબાહી મચાવશે ભારતનો આ ઘાતક બોલર, રન માટે ભીખ માંગે છે બેટ્સમેન!
Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો 'વન મેન આર્મી' સાબિત થયો હતો. બુમરાહ એકલો આખી ઓસ્ટ્રેલિયા ટીમ પર ભારે પડ્યો હતો. પરંતુ જો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતના અન્ય ઘાતક બોલરનો સાથ મળ્યો હોત તો પરિણામ કંઈક અલગ જ હોત. પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ' સામે આવ્યા છે.
Trending Photos
Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો 'વન મેન આર્મી' સાબિત થયો હતો. બુમરાહ એકલો આખી ઓસ્ટ્રેલિયા ટીમ પર ભારે પડ્યો હતો. પરંતુ જો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતના અન્ય ઘાતક બોલરનો સાથ મળ્યો હોત તો પરિણામ કંઈક અલગ જ હોત. પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ' સામે આવ્યા છે. કારણ કે ટીમ ઈન્ડિયા જે ખુંખાર બોલરની શોધમાં હતી તે હવે વાપસી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
19મી ફેબ્રુઆરીથી શરૂ થશે ટુર્નામેન્ટ
WTC ફાઈનલમાંથી બહાર થયા બાદ BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે રોડમેપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. 19મી ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટના સ્ક્વોટ માટે ચોક્કસપણે સિલેક્ટરોએ ભારે મહેનત કરવી પડશે. લગભગ દોઢ વર્ષથી બહાર રહેલા મોહમ્મદ શમીએ વાપસી કરી છે. એવી અટકળો છે કે, મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની વનડે અને ટી-20 સિરીઝમાં વાપસી કરી શકે છે.
SHAMI WORKING HARD FOR A COMEBACK.
- Cannot wait to see Lala back on field for India! 🇮🇳pic.twitter.com/lh74imNyVV
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2025
ઘરેલું ક્રિકેટમાં મચાવી હતી ધુમ
લાંબા સમયથી મોહમ્મદ શમીની વાપસીના અહેવાલો આવી રહ્યા છે. તે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં રમે તેવી અપેક્ષા હતી. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં બોલિંગ કરતી વખતે તેના પગમાં સોજો જોવા મળ્યો હતો. જે બાદ શમી પર કોઈ જોખમ લેવામાં આવ્યું ન હતું. હવે તે ઈંગ્લેન્ડ સિરીઝમાં વાપસી કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે ટી-20 અને પછી વનડે સિરીઝ રમશે. શમીએ તેની તૈયારીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘાતક બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
વર્લ્ડ કપમાં મચાવી હતી તબાહી
વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીએ પોતાની બોલિંગથી તબાહી મચાવી હતી. શમીને ટીમ ઈન્ડિયામાં લેટ સામેલ કરવામાં આવ્યો અને પછી તેમણે એક પછી એક પોતાના પંજા ખોલ્યા હતા. શમી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર સાબિત થયો હતો. હવે તેનો આતંક ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે