HMPV સામે તંત્ર સજ્જ, ખાસ વોર્ડ ઉભા કરાયા, વેન્ટિલેટર અને ઓક્સિજનની પણ વ્યવસ્થા

કોરોનાનો કપરો કાળ કોઈ ભૂલી શકે તેમ નથી. એ સમયે જે સ્થિતિ સર્જાઈ હતી તેનાથી સૌ કોઈ વાકેફ છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી...અનેક લોકોને બેડ મળતાં ન હતા. ત્યારે ફરી આવો સમય ભગવાન ક્યારેય ન બતાવે અને HMPV સામે આપણે સૌ તકેદારી રાખીને આ વાયરસને હરાવીએ.

HMPV સામે તંત્ર સજ્જ, ખાસ વોર્ડ ઉભા કરાયા, વેન્ટિલેટર અને ઓક્સિજનની પણ વ્યવસ્થા

અમદાવાદઃ ચીનમાંથી ઉદભવેલા એક નવા વાયરલથી સમગ્ર દુનિયામાં ફરી હાહાકાર મચ્યો છે. HMPV નામના આ વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાના આગમન પહેલા જે રીતે તંત્રએ તૈયારીઓ કરી હતી...તેવી જ રીતે રાજ્યના મહાનગરો અને જિલ્લાની હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે...ત્યારે મહાનગરોમાં આરોગ્ય તંત્ર HMPV વાયરસ સામે લડવા કેટલું છે સજ્જ?...જુઓ આ અહેવાલમાં...

દેશ અને દુનિયા સામે ફરી એકવાર વાયરસનું સંકટ આવ્યું છે. આ વાયરસના આગમનથી જ વિશ્વના લોકોને કોરોનાની યાદ આવી ગઈ છે. કોરોનાની માફક જ આ વાયરસનો ઉદભવ પણ ચીનમાંથી જ થયો હોવાનું સામે આવ્યું છે. કોરોના જેવા કપરા કાળનું નિર્માણ ન થાય તે માટે મહાનગરોમાં આરોગ્ય વિભાગે ખાસ તૈયારીઓ કરી છે...અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને જામનગર સિવિલમાં ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે...સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે...ઓક્સિજન સહિત તમામ દવાઓનો સ્ટોક વધારી દેવામાં આવ્યો છે.

અમદાવાદ સિવિલમાં ખાસ 15 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ ડૉક્ટર્સ સૌને સલાહ આપી રહ્યા છે કે સામાન્ય શરદી-ઉધરસ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ....વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગર સિવિલમાં પણ અલગ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે.

તંત્ર ખાસ તૈયારીઓ
HMPV સામે તંત્ર સજ્જ
ખાસ વોર્ડ ઉભા કરાયા
ઓક્સિજન પ્લાન્ટ તૈયાર
વેન્ટિલેટરની વ્યવસ્થા
ડૉક્ટર્સ સ્ટેન્ડબાય
લેબ ટેસ્ટિંગની વ્યવસ્થા
ડરો નહીં સાવચેતી રાખો
આરોગ્ય વિભાગ એલર્ટ 

રાજકોટમાં HMPVના સંકટને જોતા સિવિલમાં ખાસ તૈયારીઓ કરાઈ છે. અને 10 બેડ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે...જેમાં ઓક્સિજન, વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઈ છે....તો સિવિલમાં 40 ટનથી વધુ ઓક્સિજન કેપેસિટી સાથે 3 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયા છે.

જામનગરમાં પણ HMPV સામે લડવા તંત્ર સજ્જ બન્યું છે..જી.જી.હોસ્પિટલમાં તબીબોની એક બેઠક યોજાઈ હતી...જેમાં સંભવિત ખતરાઓને લઈ ચર્ચા કરાઈ હતી...તો 30 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે...સાથે જ ઓક્સિજન અને લેબ ટેસ્ટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news