OMG....પાકિસ્તાન રજૂ કરી શકે છે INDIA નામ પર દાવો? જાણો કઈ રીતે થઈ શકે આવું

INDIA Name: પાકિસ્તાનના સ્થાનિક મીડિયા તરફથી કહેવાયું છે કે જો સંયુક્ત રાષ્ટ્રમાં અધિકૃત રીતે ઈન્ડિયા નામની માન્યતા રદ કરવામાં આવે તો પાકિસ્તાન ઈન્ડિયા નામ પર દાવો કરી શકે છે. જાણો આખરે આ સમગ્ર મામલો છે શું....

OMG....પાકિસ્તાન રજૂ કરી શકે છે INDIA નામ પર દાવો? જાણો કઈ રીતે થઈ શકે આવું

રાજધાનીદિલ્હીમાં આગામી 9 અને 10 સપ્ટેમ્બરે થનારી જી20 બેઠક પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી વિદેશી મહેમાનોને મોકલવામાં આવેલા ડિનર કાર્ડ અંગે વિવાદ છેડાઈ ગયો છે. હકીકતમાં આ ડિનર કાર્ડમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર્ડ સામે આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સંસદના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર ભારતના બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવાનું બિલ લાવી શકે છે. જો ભારતના બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવામાં આવ્યો તો પાકિસ્તાન તે લઈ લેશે કે શું? પાકિસ્તાન તરફથી ઈન્ડિયાના નામ અંગે અગાઉ પણ દાવા રજૂ થયા હોવાનું કહેવાયુ છે. 

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા તરફથી કહેવાયું છે કે જો સંયુક્ત રાષ્ટ્રમાં અધિકૃત રીતે ઈન્ડિયા નામની માન્યતા રદ કરવામાં આવે તો પાકિસ્તાન ઈન્ડિયા નામ પર દાવો કરી શકે છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન લાંબા સમયથી એવો તર્ક આપતું રહ્યું છે કે INDIA સિંધુ ક્ષેત્ર (Indus Region)  ને સંદર્ભિત કરે છે. પાકિસ્તાનની નજર હવે ભારતમાં ચાલી રહેલી ચર્ચા પર છે. 

— Nationalists in Pakistan have long argued that Pakistan has rights on the name as it refers to Indus region in 🇵🇰.

— South Asia Index (@SouthAsiaIndex) September 5, 2023

ડિનર કાર્ડમાં 'પ્રેસિડેન્ટ ઓફ ભારત' લખવામાં આવતા વિવાદ
ઈન્ડિયા નામ બદલાશે કે નહીં હજુ કોઈને ખબર નથી. જો કે આ મુદ્દો સામે આવ્યા બાદ વિપક્ષે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવા અંગે આપત્તિ જતાવી છે. વિપક્ષ તરફથી દાવો રજૂ કરાયો કે મોદી સરકાર વિપક્ષના ગઠબંધન ઈન્ડિયાથી ડરી ગઈ અને આ  કારણે દેશનું નામ બદલવાની વાત કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એકસ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં કહ્યું કે આ ખબર સંપૂર્ણ રીતે સાચી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જી20 શિખર સંમેલનમાં 9 સપ્ટેમ્બરના ડિનર માટે પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત નામ પર કાર્ડ મોકલવામાં આવ્યું છે. 

ભારતમાં 9-10 સપ્ટેમ્બરે જી20 સમિટનું આયોજન
અત્રે જણાવવાનું કે  ભારતની અધ્યક્ષતામાં રાજધાની દિલ્હીમાં 9થી 10 સપ્ટેમ્બર સુધી જી20 સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. આ શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત દુનિયાભરના અનેક રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news