Asia Cup 2023: એશિયા કપ સુપર-4માં ભારત ક્યારે અને કઈ ટીમ સામે ટકરાશે, આ છે સંપૂર્ણ શિડ્યૂલ

IND VS PAK: 6 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં સુપર-4 મેચ રમાશે. સુપર-4ની શરૂઆત 6 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમ તેની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ રમશે. ટીમ ઈન્ડિયા સુપર-4માં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે ટકરાશે.

Asia Cup 2023: એશિયા કપ સુપર-4માં ભારત ક્યારે અને કઈ ટીમ સામે ટકરાશે, આ છે સંપૂર્ણ શિડ્યૂલ

Asia Cup 2023 Super 4 Schedule: એશિયા કપ સુપર-4ની ચાર ટીમોના નામ ફાયનલ થઈ ગયા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમોએ એશિયા કપ 2023ના સુપર 4માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. 6 સપ્ટેમ્બર એટલે કે આજથી સુપર-4 મેચો શરૂ થવા જઈ રહી છે. સુપર-4 સ્ટેજમાં પણ ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર સામસામે ટકરાશે.

એશિયા કપ 2023માં 6 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. બંને ગ્રૂપમાંથી બે-બે ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થઈ છે. ગ્રુપ-એમાંથી ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે ગ્રુપ-બીમાંથી શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ સુપર-4માં પહોંચી ગઈ છે.

6 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં સુપર-4 મેચ રમાશે. સુપર-4ની શરૂઆત 6 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમ તેની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ રમશે. ટીમ ઈન્ડિયા સુપર-4માં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે ટકરાશે.

એશિયા કપ સુપર-4માં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 10 સપ્ટેમ્બરે કોલંબોમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે રમાશે. બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હશે. આ પહેલાં રમાયેલી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.

એશિયા કપ સુપર-4માં ટીમ ઈન્ડિયા પોતાની બીજી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચ 12 સપ્ટેમ્બરે કોલંબોમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે રમાશે. સુપર-4માં ભારતીય ટીમની છેલ્લી મેચ 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે રમાશે. આ મેચ પણ કોલંબોમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે.

એશિયા કપ 2023 માટેની ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ (પ્રથમ બે મેચમાંથી છે બહાર ), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા., શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ. સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news