જેલના સળિયા પાછળ પસાર થશે હવે જિંદગી, ઈમરાન ખાનને 14 વર્ષની સજા, બુશરાબીબીની પણ ધરપકડનો આદેશ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અંગે એક મોટો ચુકાદો આવ્યો છે. પત્ની બુશરાબીબી પણ હવે જેલમાં જશે. જાણો વિગતો. 

જેલના સળિયા પાછળ પસાર થશે હવે જિંદગી, ઈમરાન ખાનને 14 વર્ષની સજા, બુશરાબીબીની પણ ધરપકડનો આદેશ

Imran Khan 14 Years jailed: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને તહરીક એ ઈન્સાફ પાર્ટીના ચીફ ઈમરાન ખાનને આખરે એક વધુ મોટી સજા થઈ ગઈ છે. તેમને પાકિસ્તાની કોર્ટે અલ કાદિર ટ્રસ્ટ મામલે 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. આ કેસમાં પત્ની બુશરા બીબીને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમને પણ 7 વર્ષની જેલની સજા થઈ છે. આ ચુકાદાની જાહેરાત જજ નાસિર જાવેદ રાણાએ અડિયાલા જેલમાં અસ્થાયી કોર્ટમાં કરી. બંને પર 10 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. 

બુશરા બીબીની ધરપકડ
ડોનના એક ઓનલાઈન રિપોર્ટ મુજબ હાઈ સિક્યુરિટી વચ્ચે બુશરા બીબીને કોર્ટમાંથી ધરપકડ કરાયા છે. જ્યારે ઈમરાન ખાન પહેલેથી જ જેલમાં છે. આ કેસ 27 ફેબ્રુઆરી 2024ની ચૂંટણી બાદ ત રત જ દાખલ  થયો હતો. સુનાવણી પહેલા પીટીઆઈના ચેરમેન બેરિસ્ટર ગોહર અલી ખાને મીડિયાને કહ્યું  હતુ કે છેલ્લા બે વર્ષમાં જે અન્યાય થયો છે તેના આધાર પર જો નિષ્પક્ષ ચુકાદો અપાશે તો ઈમરાન  ખાન અને બુશરા બીબીને છોડી મૂકાશે. 

નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરો NAB એ ડિસેમ્બર 2023માં ઈમરાન ખાન અને સાત અન્ય લોકો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઈમરાન ખાને ગેરકાયદેસર રીતે રાજયના પૈસાને બહરિયા ટાઉનની જમીન ચૂકવણીના ખાતામાં ટ્રાન્સફર કર્યા. અન્ય આરોપોમાં પ્રોપ્રટી ટાયકૂન મલિક રીયાઝ હુસૈન, તેમના પુત્ર અને પીટીઆઈ સરકારના પૂર્વ અધિકારીઓના નામ પણ સામેલ છે. 

અનેક મહત્વપૂર્ણ સાક્ષીઓએ કોર્ટમાં જુબાની આપી. પૂર્વ મંત્રી પરવેઝ ખટ્ટકે જણાવ્યું કે 2019માં થયેલી બેઠકમાં એક ગુપ્ત દસ્તાવેજ રજૂ કરાયો હતો. એ જ રીતે ઈમરાન ખાનના પૂર્વ પ્રધાન સચિવ આઝમ ખાને જુબાની આપી હતી કે આ દસ્તાવેજને મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. આ કેસમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે £190 મિલિયનની રકમને સમાયોજન બાદ જ એક ટ્રસ્ટ બનાવવામાં  આવ્યું જેનાથી તેની માન્યતા અને ઉદ્દેશ્ય પર સવાલ ઊભા થયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news