આ 6 ગ્રહોની પરેડ લાવશે શેરબજારમાં મોટી તેજી! નિફ્ટી 27000 અને બેન્ક નિફ્ટી 55000 થાય તો નવાઇ નહીં!

ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી અને અંક શાસ્ત્રી ચેતન પટેલે આગાહી કરતા જણાવ્યું કે ટૂંક સમયમાં બજારમાં મોટી તેજી થશે કારણ અંકશાસ્ત્ર અને 6 ગ્રહો એક લાઈનમાં આવે છે જે  મોટી તેજીની ચાલ સૂચવે છે. શેર બજારમાં નજીકના ભવિષ્યમાં અણધારી એકાએક મોટી તેજી થઈ શકે છે.

આ 6 ગ્રહોની પરેડ લાવશે શેરબજારમાં મોટી તેજી! નિફ્ટી 27000 અને બેન્ક નિફ્ટી 55000 થાય તો નવાઇ નહીં!

ચેતન પટેલ/ અમદાવાદ: શાસ્ત્ર મુજબ હજુ તેજીની ચાલ શરૂ થઈ નથી જે નીચેના આંકડાઓ આવશે ત્યારબાદ નક્કી થશે. પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ તેજીની શરૂઆત ટૂંક સમયમાં જ થઈ શકે છે કેમ કે, જ્યારે ગ્રહોની મોટી ચાલ બનવાની હોય તે પહેલેથી જ બજાર દિશા પકડી લે છે માટે જ શેર બજારમાં ઘટાડાનો દોર રોકાયો છે અને ફરી તેજી પકડાવાની દિશા તરફ નિફ્ટી ફયૂચર અને બેન્ક નિફ્ટી ફયૂચર તેજી તરફી થયા છે. જે મેજિક અંક ઉપર ચાલતા તેજી શરૂ થશે. ગ્રહ યોગની દ્રષ્ટિએ મોટી ઘટના બનવા જઈ રહી છે. 21 જાન્યુઆરીએ ભારતના આકાશમાં 6 ગ્રહોની પરેડ થવા જઈ રહી છે.

સૌથી પહેલા અંકશાસ્ત્રની વાત કરીએ તો અત્યારે નિફ્ટી ફ્યુચર 23400ની આસપાસ ચાલે છે. અંકશાસ્ત્ર અનુસાર 23600 એ નિફ્ટી ફયૂચરનો મેજિક નંબર છે. જો નિફ્ટી ફ્યુચર આ અંકની ઉપર ટ્રેડ કરી રહેશે, તો સીધું 25100, 26400,27000ના ટાર્ગેટ પર આવી શકે છે. જો કોઈપણ કારણસર નિફ્ટી ફ્યુચર 23400ની નીચે જ રહે તો વધુમાં વધુ 22000 સુધીની મંદી આવી શકે છે.

આવી જ રીતે બેન્ક નિફ્ટી ફ્યુચર હાલમાં 49500 આસપાસ ચાલે છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ 50100 બેન્ક નિફ્ટી માટે નજીક અંક છે. જો બેન્ક નિફ્ટી મેજિક અંક ઉપર ટ્રેડ કરશે તો ટૂંકાગાળામાં 52000, 53800, 55000 ના ટાર્ગેટ આવી શકે છે. પરંતુ જો બેન્ક નિફ્ટી 49500ની નીચે જ રહેશે તો ઘટાડામાં વધુમાં વધુ 47000નો  ટાર્ગેટ આવી શકે છે.

આ જ જાન્યુઆરી 2025 સૌરમંડળના  7 ગ્રહોમાંથી 6 એક જ લાઈનમાં આવી જવાના છે. જ્યોતિષનો સિદ્ધાંત છે કે, જ્યારે ગ્રહો નજીક કે નરી આંખે દેખાય છે ત્યારે તેની ગાઢ અસર થાય છે. આ 6 ગ્રહોમાં ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર, શનિ અને સૂર્ય આકાશમાં એક સાથે એક લાઈનમાં આવી જવાના છે અને તે નરી આખે પણ જોવા મળશે. આ દ્રશ્ય 21 જાન્યુઆરી 2025ના રોજ આ નજારો આકાશમાં જોવા મળશે. જો કે, તેઓ આ સમયગાળા પહેલા અને પછી પણ થોડા સમય માટે દેખાશે અને ખાસ આ યોગ 29 જાન્યુઆરી 2025ની રાત્રે એટલે કે અમાસની રાત્રે  દેખાશે અને પ્રબળ બનશે. જે માનવ જાત પર સીધી અસર કરશે. 

આ 6 ગ્રહોની પરેડ ભારત, ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા અને વિશ્વના અન્ય ભાગોમાં દેખાશે અને તેની ખાસ ગાઢ અસર કરશે ભૂતકાળમાં પણ આવી રીતે ગ્રહો આ તારીખો એ એક લાઈનમાં આવ્યા છે. ત્યારે તેની ઘાઢ અસર જોવા મળી છે અને શેર બજારમાં મોટી તેજી આવી છે. આ વખતે પણ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરીના રોજ મોટી તેજી આવી શકે છે.  

જો અંકશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના સંકેતોને માનીયે તો ઇન્વેસ્ટરોએ અત્યારે મંદીના સમયમાં ગભરાઈને શેર વેચવો જોઈએ નહીં અને જેણે ઈનવેસ્ટમેન્ટ કરવું હોય તેના માટે પણ અત્યારે સુવર્ણ સમય ગણાય છે. ટૂંકા ગાળામાં જો તેજી થવાની હોય તો આવી તક જીવનમાં ખૂબ જ ઓછી મળે છે. સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 

જે લોકો શેરબજારમાં શોર્ટ કરીને બેઠા હોય તેમણે આ છ ગ્રહોની કે અંક શાસ્ત્રના અંકોની અવગણના ન કરવી જોઈએ. પોતાની શોર્ટ કટ કરી નફો કરી લેવો જોઈએ અન્યથા મોટી નુકસાની થઈ શકે . અનુભવ માટે ભૂતકાળની આ તારીખો જણાવી છે કે, જ્યારે-જ્યારે આવી રીતે 5 કે 6 ગ્રહો એક લાઈનમાં આવ્યા છે. ત્યારે શેર બજારમાં કેવી તેજી આવી છે તે જાતે જોઈ અને અનુભવી શકે છે.

  • 3 જૂન  2024 
  • 28 માર્ચ 2023
  • 26 એપ્રિલ 2022 
  • 03 જૂન 2022
  • 08 મે 2021
  • 23 મે 2021
  • 13 માર્ચ 2020  

એકંદરે ટૂંક સમયમાં અંક શાસ્ત્ર અને ગ્રહયોગોએ મોટી તેજીના સંકેત આપ્યા છે. ભારતીય પ્રાચીન જ્ઞાનનો લાભ લઈ શેરબજારથી કમાણી કરવા ઈચ્છનારે ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news