ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે કોઈ ચિંતા હોય તો આ નંબર પર કરો કોલ, તમારી સમસ્યા થશે દૂર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. આ વચ્ચે અમદાવાદ ડીઈઓ કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
Trending Photos
અમદાવાદઃ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડના કાર્યક્રમ પ્રમાણે ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અત્યારે તૈયારીઓ કરી રહ્યાં હશે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરવા માટે ખુબ મહત્વની હોય છે. તેવામાં કેટલાક વિદ્યાર્થીઓના મનમાં કોઈ મૂંઝવણ કે પ્રશ્નો હોય છે. આ માટે અમદાવાદ DEO કચેરીએ આગવી પહેલ કરી છે.
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને સારું પરિણામ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જેઓ મહેનત કરવા છતાં પરીક્ષાને લઈને ચિંતામાં હોય છે. આવા જ વિદ્યાર્થીઓની મદદ માટે સારથી એપ ખૂબ જ મદદગાર સાબિત થઈ રહી છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદ DEO કચેરીએ પોતાની આ પહેલને આગળ વધારી છે.
જો વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને લઈને મૂંઝવણ હોય તો તેઓ 9909922648 નંબર પર ફોન કરીને પોતાની સમસ્યા દૂર કરી શકે છે. ત્યારે બોર્ડની પરીક્ષા નજીક આવતા જ સારથી એપનો ઉપયોગ વધ્યો છે. સારથી એપને આ વર્ષે અત્યાર સુધી 550થી વધુ કોલ્સ મળ્યા છે. અમુક વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પ્રશ્નોની સમસ્યા હોય છે. જ્યારે અમુક વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતામાં આપઘાત કરવા સુધીના વિચારો આવતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની મદદ કરવા માટે સાયકોલોજીસ્ટ સહિતના તમામ વિષણના નિષ્ણાંતો ઉપલબ્ધ હોય છે.
ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે