અમેરિકાના એક મુખ્ય સમૂહમાં સામેલ થયા પૂર્વ વિદેશ સચિવ જયશંકર

યૂએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ સમૂહે સોમવારે જયશંકરના બોર્ડના સભ્ય બનાવાની જાહેરાત કરી હતી.

અમેરિકાના એક મુખ્ય સમૂહમાં સામેલ થયા પૂર્વ વિદેશ સચિવ જયશંકર

વોશિંગ્ટનઃ અમેરિકા-ભારતના સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર અમેરિકાના એક ટોચના વકીલ જૂથના બોર્ડમાં સામેલ થયા છે. જયશંકર વર્તમાનમાં ટાટા સમૂહના ગ્લોબલ કોર્પોરેટ મામલાના અધ્યક્ષ છે. યૂએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ સમૂહે સોમવારે જયશંકરના બોર્ડના સભ્ય બનાવાની જાહેરાત કરી છે. જયશંકરે કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ સંબંધ બનાવવા માટે હું યૂએસઆઈએસપીએફના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે કામ કરવાને લઈને ઉત્સુક છું. ટાટા સમૂહ અમેરિકા-ભારત વ્યાવસાયિક સંબંધોમાં અગ્રણી રહ્યું છે અને આ સંબંધને આગળ વધારવા માટે યૂએસઆઈએસપીએફ એક મહત્વપૂર્ણ મંચ હશે. ઉલ્લેખનીય છે કે જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યાં હતા. 

યૂએસઆઈએસપીએફના અધ્યક્ષ મુકેશ આધીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું, તે (જયશંકર) અમેરિતા-ભારતના સંબંધોના વાસ્તુકાર છે. તેમના બોર્ડમાં આવવાથી એક મજબૂત સંદેશ ગયો છે કે યૂએસઆઈએસપીએફ મહત્વપૂર્ણ છે અને તેનાથી પણ મહત્વપૂર્ણ છે કે જયશંકર અમેરિકા-ભારત સંબંધોમાં યોગદાન આપવાનું ચાલુ રાખવા માંગે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news