Alaska Earthquake: અમેરિકાના અલાસ્કામાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી પણ અપાઈ
અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવારે રાતે ભયાનક ભૂકંપના આંચકા મહેસૂસ થયા.
Trending Photos
અલાસ્કા: અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવારે રાતે ભયાનક ભૂકંપના આંચકા મહેસૂસ થયા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 હતી. આ આંચકા એટલા તેજ હતા કે ત્યારબાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. આંચકાના કારણે ભયાનક તબાહીની આશંકા સેવાઈ રહી છે. હાલ ભૂકંપની થનારા નુકસાન અંગે જાણકારી માટે રાહ જોવાઈ રહી છે.
અમેરિકી જિયોલોજિકલ સર્વેએ રાતે 11.15 વાગે સપાટીથી 29 માઈલ નીચે ભૂકંપ મહેસૂસ કર્યો. તેની અસર કેન્દ્રથી ઘણી દૂર સુધી થઈ છે. USGS ના જણાવ્યાં મુજબ ઓછામાં ઓછા વધુ બે આંચકા આવ્યા છે. જેની તીવ્રતા 6.2 અને 5.6 જણાવવામાં આવી છે. છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારના 100 માઈલની અંદર 3ની તીવ્રતાથી વધુનો ભૂકંપ આવ્યો નથી.
આ આંચકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને Aleutian ટાપુ પર સુનામીની ચેતવણી અપાઈ છે. દેશના પશ્ચિમી તટ પર થનારા નુકસાનનું આકલન થઈ રહ્યું છે.
Tsunami warning issued for Alaska after an 8.2 magnitude earthquake hit 91 km east-southeast of Perryville in Alaska: US National Tsunami Warning Center pic.twitter.com/riOBlJ2pQj
— ANI (@ANI) July 29, 2021
ખુબ જ સક્રિય છે અલાસ્કા વિસ્તાર
NWS Pacific Tsunami Warning Center એ પ્રશાંત મહાસાગરના તટ પર સુનામીની ચેતવણી જારી કરી છે. અલાસ્કાPacific Ring of Fire માં આવે છે. જેને સિસ્મિક એક્ટિવિટીમાં ખુબ સક્રિય ગણાય છે. અહીં માર્ચ 1964માં ઉત્તર અમેરિકાનો સૌથી વિનાશકારી ભૂકંપ નોંધાયો હતો. જેની તીવ્રતા 9.2ની હતી. તેણે Anchorage, અલાસ્કાની ખાડી, અમેરિકાનો પશ્ચિમ તટ અને હવાઈ પર ભારે તબાહી મચાવી હતી. ભૂકંપ અને સુનામીમાં 250થી વધુ લોકોના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે