Hospital ની લાલયાવાડીનો વીડિયો થયો વાયરલ, નર્સે કહ્યું 'આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે'

વડોદરા (Vadodara) શહેરની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) તંત્રની અમાનવીય બેદરકારી બહાર આવતા દર્દીઓના સગાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Hospital ની લાલયાવાડીનો વીડિયો થયો વાયરલ, નર્સે કહ્યું 'આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે'

રવિ અગ્રવાલ, વડોદરા: મધ્ય ગુજરાત (Gujarat) ની સૌથી મોટી વડોદરા (Vadodara) ની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ના લાલિયાવાડીને લઇને અવારનવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ના કોવિડ વોર્ડમા વધુ એક લાલિયાવાડી આવી સામે આવી છે. જેમાં પેરાલીસીસથી પીડિત કોરોના (Coronavirus) દર્દીના મોઢામાં કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતા પતિ ચોંકી ઉઠ્યા હતા. પતિએ વીડિયો (Viral Video) ઉતારીને વાઇરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો.

સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ અંગે હજી સુધી મને કોઇ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે એટલે તપાસ કરીશું.

વડોદરા (Vadodara) શહેરની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) તંત્રની અમાનવીય બેદરકારી બહાર આવતા દર્દીઓના સગાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસરના દર્દી ગીતાબેન પેરાલીસીસની બીમારીથી પીડાય છે. આ દરમિયાન તેમને કોરોનાની સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

જ્યાં મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવા છતાં તબીબો કે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઇ દરકાર લેવામાં આવી નહોતી. મહિલા દર્દીના પતિ જ્યારે વોર્ડમાં તેમની ખબર પૂછવા ગયા, ત્યારે મહિલા દર્દી (Patient) ના મોઢા પર કીડીઓ ફરતી જોઇને ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ આ અંગે નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી. 

ત્યારબાદ મહિલા દર્દીના મોઢા પરથી કીડીઓ હટાવવામાં આવી હતી. મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવાની ઘટના સામે આવતા તેમના પતિએ નર્સિંગ સ્ટાફ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહિલાને પેરાલીસીસ હોવાથી માનવતા રાખવા માટે વિનંતી કરી હતી. 

મહિલા દર્દી (Patient) ના પતિએ જણાવ્યું હતું કે, દવાખાનામાં દર્દીનું ધ્યાન રાખવુ પડે ને. આ તો મારૂ ધ્યાન ગયુ એટલે કહું છું, દર્દીને દર્દ હોય તો કોઇને કહી શકે તેમ પણ નથી. અહીં દવાનો છંટકાવ કરતા નથી. મારી પત્ની જીવશે તો મારી જિંદગી ચાલશે. મારો દિકરો પણ નાનો છે. કંઇ પ્રોબ્લમ હોય તો મને કહો અને માનવતા રાખો. તમે કહો તે હું ખાવાનું લઇ આવીશ પણ દર બે કલાકે તેમને કંઇક ખવડાવો.  

દર્દી (Patient) ના પતિને સ્ટાફની મહિલા કહે છે કે, આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે, તમારે પણ ધ્યાન રાખવુ પડે. તમે આવીને મોઢુ લુછી નાખજો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news