કોરોનાથી ચીનમાં 490 લોકોના મોત બાદ હાહાકાર, 24324 પુષ્ટિ થયેલા કેસ


કોરોના વાયરસને કારણે સતત ચીનમાં મોતનો આંકડો વધી રહ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, ત્યાં અત્યાર સુધી 490 લોકોના મોત થયા છે અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 24324 સુધી પહોંચી ગઈ છે. 
 

કોરોનાથી ચીનમાં 490 લોકોના મોત બાદ હાહાકાર, 24324 પુષ્ટિ થયેલા કેસ

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાથી ચીનમાં અત્યાર સુધી 490 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 24 હજારથી વધુ પુષ્ટિ થયેલ કેસ અત્યાર સુધી સામે આવી ચુક્યા છે. ત્યાં મંગળવારે  65 લોકોના મોત થયા છે. આ તમામ મોત હુબેઈ પ્રાંતના વુહાનમાં થઈ છે. વિશ્વભરમાં ફેલાતા કોરોના વાયરસને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન   (WHO)એ પહેલા જ આંતરરાષ્ટ્રીય હેલ્થ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી હતી. ઘણા દેશોએ ચીન માટે ઉડાન પણ રદ્દ કરી દીધી છે. 

કોરોના વાયરસને કારણે સતત ચીનમાં મોતનો આંકડો વધી રહ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, ત્યાં અત્યાર સુધી 490 લોકોના મોત થયા છે અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 24324 સુધી પહોંચી ગઈ છે. તેમાંથી 3887 પુષ્ટિ થયેલા કેસ માત્ર મંગળવારે સામે આવ્યા હતા. ચીનમાં હુબેઈ પ્રાંત કોરોના વાયરસનું કેન્દ્ર બનેલું છે. મંગળવારે ત્યાં 65 લોકોએ જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો. મહાલ 431 લોકોની સ્થિતિ ગંભીર છે અને 262 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 1.85 લાખ લોકોની મેડિકલ તપાસ ચાલી રહી છે. 

કોરોનાથી ચીનમાં મોતની સંખ્યા 2003-2004માં બેઇજિંગમાં સાર્સ (SARS) વારયસથી થયેલા મોતોની સંખ્યાથી વધી ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વિશ્વના 20થી વધુ દેશોમાં કોરોના વાયરસે પગ પેસારો કરી લીધો છે. જ્યારે ઘણા દેશોએ એરલિફ્ટ કરીને પોતાના લોકોને કાઢવાનું શરૂ કરી દીધું છે. 

ચીનમાં માસ્કની કમી, બીજા દેશો પાસે માગી મદદ
આ વચ્ચે કોરોના વાયરસની સામે લડવા માટે ચીને 10 દિવસની અંદર 1000 બેડ વાળી હોસ્પિટલ બનાવીને તૈયાર કરી લીધી છે. જ્યારે 1300 બેડવાળી બીજી હોસ્પિટલ બુધવારે બનીને તૈયાર થઈ જશે. દિવસેને દિવસે ચીનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. 1.4 અબજની વસ્તી વાળી ચીનમાં કોરોના સામે લડવા માટે મેડિકલ સાધનોની કમી આવી ગઈ છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનઇંગે કહ્યું, ચીનમાં મેડિકલ ઉપકરણોની કમી થઈ ગઈ છે. ચીનને તત્કાલ પ્રભાવથી મેડિકલ માસ્ક, મેડિકલ ગાઉન અને સુરક્ષા ગોગલ્સની જરૂર છે. 

ત્યાંના ઉદ્યોગ મંત્રાલય પ્રમાણે ચીનમાં સામાન્ય પરિસ્થિતિઓમાં દરરોજ 20 મિલિયન માસ્કનું ઉત્પાદન થાય છે, પરંતુ કોરોનાના કહેરને કારણે ફેક્ટ્રીઓ આજકાલ 60થી 70 ટકા ઉત્પાદન કરી રહી છે. પરંતુ ચીનને સાઉથ કોરિયા, જાપાન, કઝાકિસ્તાન અને હંગરીએ માસ્ક મોકલ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news