બોડી બામણીનું ખેતર સમજીને એરપોર્ટ પર ચઢી આવતા વાંદરાઓને ભગાડવા કમાલનો ઉપાય શોધી કઢાયો

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ના રનવે પર તમને રીંછ દોડતો દેખાય તો નવાઈ ન પામતા. રનવે પર આ રીંછ અહીં તહી દોડતુ દેખાશે. પણ, તમને જણાવી દઈએ આ કોઈ રિયલ રીંછ નથી. માનવ શરીર પર પહેરાયેલ રીંછનું મ્હોરુ છે. વાંદરાઓનો ત્રાસ અને આતંક અનેક વિસ્તારોમાં વધતો જઈ રહ્યો છે. આને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે આ આતંક અમદાવાદ એરપોર્ટ પર ઘણો વધી ગયો છે. વાંદરાને ભગાડવા એરપોર્ટ ઓથોરિટી માટે મોટી ચેલેન્જ હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. રીંછ બનીને એક વ્યક્તિ રનવે પર અને વાંદરાની પાછળ દોડે છે.
બોડી બામણીનું ખેતર સમજીને એરપોર્ટ પર ચઢી આવતા વાંદરાઓને ભગાડવા કમાલનો ઉપાય શોધી કઢાયો

અમિત રાજપૂત/અમદાવાદ :અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ના રનવે પર તમને રીંછ દોડતો દેખાય તો નવાઈ ન પામતા. રનવે પર આ રીંછ અહીં તહી દોડતુ દેખાશે. પણ, તમને જણાવી દઈએ આ કોઈ રિયલ રીંછ નથી. માનવ શરીર પર પહેરાયેલ રીંછનું મ્હોરુ છે. વાંદરાઓનો ત્રાસ અને આતંક અનેક વિસ્તારોમાં વધતો જઈ રહ્યો છે. આને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે આ આતંક અમદાવાદ એરપોર્ટ પર ઘણો વધી ગયો છે. વાંદરાને ભગાડવા એરપોર્ટ ઓથોરિટી માટે મોટી ચેલેન્જ હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. રીંછ બનીને એક વ્યક્તિ રનવે પર અને વાંદરાની પાછળ દોડે છે.

સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, એક ઝાટકામાં થઈ ગયું આટલું સસ્તું...

અમદાવાદ એરપોર્ટ પર ચારે તરફ હરિયાળી છે. આ કારણે વાંદરાઓને અહી ભાવતુ ભોજન મળી જતુ હોય છે. આથી અહીં વારંવાર વાંદરાઓ આવી ચઢે છે. પણ આ વાંદરાઓ એરપોર્ટ ઓથોરિટી માટે માથાનો દુખાવો બની ગયા છે. અમદાવાદ એરપોર્ટને બોડી બામણીનું ખેતર માનીને અહી તહી ફરતા હતા. તેથી એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઈટને તકલીફ થતી હતી. વાંદરા રનવે પરથી હટે તેની રાહ જોવી પડતી હતી. આવામાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. વાંદરાને ભગાવવા માટે રીંછના મુખવટા (Bear mask) નો ઉપયોગ કરાયો છે. 

એરપોર્ટ પર રીંછના માસ્ક સાથે એરપોર્ટ પર એક વ્યક્તિને ઉભો રાખવામાં આવ્યો છે. આ વ્યક્તિ વાંદરાને ભગાડવાનું કામ કરે છે. જોકે, એરપોર્ટ પર રીંછને જોઈને વાંદરા ભાગી જાય છે. આમ, ઓથોરિટીનો આ પ્રયોગ સફળ નીવડ્યો હતો. ત્યારે હવે એરપોર્ટના રનવે પર જો તમને રીંછ દેખાય તો ગભરાતા નહિ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news