Baba Vanga Prediction: બાબા વેંગાની 4 ડરામણી ભવિષ્યવાણીઓ, ભારત પર તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ!

Baba Vanga Prediction: બાબા વેંગાએ આ વર્ષ માટે 6 ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી 2 સાચી પડી ચૂકી છે. એશિયાઈ દેશો માટે ખાસ કરીને ભારત માટે શું ચિંતાનું કારણ છે તે ખાસ જાણો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Baba Vanga Prediction: બાબા વેંગાની 4 ડરામણી ભવિષ્યવાણીઓ, ભારત પર તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ!

Baba Vanga Upcoming Predictions: બલ્ગેરિયાના પ્રસિદ્ધ જ્યોતિષી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચામાં રહે છે. કારણ કે તેમની અનેક ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી સાબિત થઈ છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં બાબા વેંગાની 2 ભવિષ્યવાણી સાચી પડી ચૂકી છે. વર્ષ 2022 માટે તેમણે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી જે આવનારા સમયમાં કદાચ સાચી પણ પડી શકે છે. 

બાબા વેંગાની આ વર્ષે 2 ભવિષ્યવાણીઓ સાચી પડી છે
વર્ષ 2022 માટે બાબા વેંગાએ 6 ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી અત્યાર સુધીમાં 2 સાચી પડી ચૂકી છે. ત્યારબાદ લોકોને હવે આશંકા છે કે આવનારા સમયમાં અન્ય ચાર ભવિષ્યવાણીઓ પણ સાચી પડી શકે છે. બાબા વેંગાએ 2022 માટે કેટલાક એશિયાઈ દેશો અને ઓસ્ટ્રેલિયામાં પૂરની ભવિષ્યવાણી કરી હતી. જે સાચી પડી છે. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયામાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. જ્યારે પાકિસ્તાનમાં પણ પૂરની ભયંકર સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન 1000થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત બાબા વેંગાએ કેટલાક શહેરોમાં પાણીની કમી અને દુષ્કાળની પણ ભવિષ્યવાણી કરી હતી. પોર્ટુગલ દેશ પણ પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યો હતો. જ્યારે ઈટલીમાં પણ દુષ્કાળની સ્થિતિ પેદા થઈ હતી. 

હવે આ ચાર ભવિષ્યવાણી પર લોકોની નજર
બાબા વેંગાએ વર્ષ 2022માં કોરોના વાયરસ બાદ એક નવા ઘાતક વાયરસના આવવાની ભવિષ્યવાણી કરી હતી. જેની શરૂઆત સાઈબિરિયાથી થઈ શકે છે. આ ઉપરાંત બાબા વેંગાએ એલિયન હુમલા, તીડના આક્રમણથી દુષ્કાળ જેવી સ્થિતિ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વૃદ્ધિની પણ ભવિષ્યવાણી કરી હતી. 

આ Video પણ જુઓ...

ભારત પર આવી શકે છે આ મુસીબત
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2022માં ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થવાની ભવિષ્યવાણી કરાઈ હતી. બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરના દેશોમાં તાપમાનમાં ઘટાડો થશે અને તેનાથી તીડના ટોળાનું આક્રમણ વધશે. જેની ઊંડી અસર ભારત પર પડશે અને અહીં પાક બરબાદ થવાથી ભૂખમરા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2020માં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં તીડના ટોળા ત્રાટક્યા હતા અને પાક નાશ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news