ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરી કાર્યરત
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરી કાર્યરત થઈ છે. હકીકતમાં અરબી સમુદ્ર અને હવાનું જોર શાંત પડતા ફેરી બોટ સર્વિસ કાર્યરત કરાઈ છે. મહા વાવાઝોડા સમયે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા યાત્રિકોની સલામતી માટે સર્વિસ બંધ કરાઇ હતી.