અલ્પેશ ઠાકોરની ભાજપના નેતાઓ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં થઇ વાયરલ

અલ્પેશ ઠાકોરના પ્રદિપસિંહ જાડેજા અને જીતુ વાઘાણી સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં ફરતી થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો અલ્પેશનો જીતુ વાઘાણી સાથે સેલ્ફી પાડતો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ તેવી શક્યતા જણાઈ રહી છે. અલ્પેશના ઘરે પ્રસંગ હોવાથી ભાજપના બંને નેતાઓએ હાજરી આપી હતી. જ્યાં અલ્પેશે બંને નેતાઓ સાથે પાડેલા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે.

Trending news