WhatsApp Tricks: વોટ્સઅપમાં ડિલીટ કરેલી ચેટને કરી શકો છો રિકવર, જાણો ટિપ્સ

ઘણી વખત આપણે વોટ્સઅપ દ્વારા મહત્વપૂર્ણ માહિતી અને દસ્તાવેજો શેર કરીએ છીએ. બીજી બાજુ, જો તમારી પાસેથી કોઈ મહત્વપૂર્ણ ચેટ ભૂલથી ડિલીટ થઈ જાય  છે તો કેટલાક સ્ટેપ્સથી આપ ચેટ રિકવર કરી શકો છો.  

WhatsApp Tricks: વોટ્સઅપમાં ડિલીટ કરેલી ચેટને કરી શકો છો રિકવર, જાણો ટિપ્સ

નવી દિલ્હી: આજના યુગમાં વોટ્સઅપ (WhatsApp) સૌથી મહત્વનું સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ બની ગયું છે. વિશ્વમાં લાખો લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે. અંગત જીવન ઉપરાંત વ્યાવસાયિક જીવનમાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે. ઘણી વખત આપણે વોટ્સઅપ (WhatsApp) દ્વારા મહત્વપૂર્ણ માહિતી અને દસ્તાવેજો શેર કરીએ છીએ. બીજી બાજુ, જો તમારી પાસેથી કોઈ મહત્વપૂર્ણ ચેટ ભૂલથી ડિલીટ થઈ જાય  છે તો કેટલાક સ્ટેપ્સથી આપ ચેટ રિકવર કરી શકો છો.  ચાલો આજે અમે તમને આવી યુક્તિઓ વિશે જણાવીએ.

ચેટ રિકવરી માટે બે પદ્ધતિ જાણી લો
ડિલીટ કરેલી ચેટની રિકવરી માટે બે સરળ રીત છે. પ્રથમ, તમે વોટ્સઅપ ચેટ બેકઅપ (Chat Backup) વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. તમે થર્ડ પાર્ટી એપ (Third Party App)  ડાઉનલોડ કરી શકો છો., જેમાંથી તમે ચેટ ફરી મેળવી શકો.

Chat Backup
વોટ્સઅપ તમને તમારી ચેટ્સને સાચવવાની પરવાનગી આપે છે. જો તમે આ સુવિધા ચાલુ કરો છો, તો ચેટ ડિલીટ કર્યા પછી પણ તે રિકવર થઈ શકે છે.  પરંતુ જો તમે આ સુવિધા ચાલુ નહીં કરો, તો તમને ચેટનો બેકઅપ મળશે નહીં. આ સિવાય, તમે ચોક્કસ સમય માટે જ ચેટ બેકઅપનો ઉપયોગ કરી શકો છો. તેથી, સૌ પ્રથમ, તમારે આ સુવિધા ચાલુ કરવી જોઈએ, જેથી કોઈપણ મહત્વપૂર્ણ ચેટને રિકવર કરી શકો. 

Third Party App
ગૂગલ પ્લે સ્ટોર પર આપને તમામ એવી એપ મળી જશે, જેના માધ્યમથી ડિલીટ કરેલી ચેટ આસાનીથી રિકવર થઈ કરી શકાય. આ સ્ટેપ્સ અપનાવીને આપ આસાનીથી કામ કરી શકો છો. 

શું કહી રહ્યાં છે જાણકાર
નિષ્ણાતો માને છે કે તમારે વોટ્સએપ માટે કોઈપણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ તમારી ગોપનીયતાને જોખમમાં મૂકી શકે છે. જો કે, જો જરૂરી હોય, તો તમે તેનો ઉપયોગ સાવધાની સાથે કરી શકો છો. તેમના મતે, તમે તમારી WhatsApp ચેટને ઇમેઇલ પર સેન્ડ કરીને  બચાવી શકો છો. આ સાથે તમારે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news