વાવાઝોડાનું મિની ટ્રેલર આવી રહ્યું છે, જાન્યુઆરીના અંતમાં છે વાતાવરણના મહાસંકટની આગાહી

IMD Weather Alert : જાન્યુઆરીમાં ત્રીજીવાર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેને કારણે ગુજરાતનું વાતાવરણ ફરીથી પલટાવાનું છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળશે. જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં ગુજરાતમં કમોસમી માવઠાની આગાહી કરી છે. વાવાઝોડા જેવી આ અસર ગુજરાતને ધમરોળી મૂકશે. 

સ્કાયમેટનો વરતારો

1/4
image

22 જાન્યુઆરીથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. પર્વતો પર બરફવર્ષા શરૂ થશે. વરસાદી ગતિવિધિઓ ૨૩ જાન્યુઆરી સુધી ચાલુ રહી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આ સમયે, ઉત્તર ભારતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહે છે, જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ૨૪ જાન્યુઆરીથી તાપમાન ઘટવાનું શરૂ થશે અને ૨૬ જાન્યુઆરીએ ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી ઘટી જશે. દક્ષિણ ભારતમાં હવામાન લગભગ શુષ્ક રહેશે, પરંતુ તમિલનાડુમાં ખૂબ જ હળવો વરસાદ થવાની સંભાવના છે

અંબાલાલ પટેલની આગાહી

2/4
image

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 23  જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.   

હવામાન વિભાગની આગાહી 

3/4
image

હવામાન વિભાગના ડાયેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તરથી ઉતર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.

દેશના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે

4/4
image

સ્કાયમેટની આગાહી પર પણ એક નજર કરી લઈએ. તેના વરતારા મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, ૨૨ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે. રર જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાવાનું શરૂ થશે અને ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. એક કે બે જગ્યાએ બરફના કરા પણ પડી શકે છે. આગામી બે દિવસ દરમિયાન ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદની શક્યતા છે. પૂર્વી અને ઉત્તર-પૂર્વીય ભારતનું હવામાન સ્વચ્છ રહેશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં હવામાન સૂકું રહેશે.