CORONA UPDATE: એક જ દિવસમાં 23.68 લોકોનું ઐતિહાસિક રસીકરણ
Trending Photos
અમદાવાદ : કોરોના વેક્સિનેશન મહાઅભિયાનમાં ગુજરાતની અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એક જ દિવસમાં ર૩.૬૮ લાખ લોકોનું વેક્સિનેશન થયું હતું. જે ઐતિહાસિક છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પ.પ૯ કરોડ વેક્સિન ડોઝ અપાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાઅભિયાનને સફળ બનાવનારા આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રકારે જ અભિયાન ત્યાં સુધી શરૂ રાખવા અપીલ કરી હતી જ્યાં સુધી ગુજરાતનો દરેકે દરેક નાગરિક વેક્સિનેટેડ ન થઇ જાય.
ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં ર૩,૬૮,૦૦૬ લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં ૩ કરોડ ૯૬ લાખ ૬૬,૭૧૯ પ્રથમ ડોઝ તેમજ ૧ કરોડ ૬૩ લાખ ૬૮ હજાર પ૯ર બીજો ડોઝ મળી કુલ પ.પ૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રસીકરણને વધારે વેગવાન બનાવવા માટે સરકાર દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જેના અનુસંધાને હવે રસીકરણ યુદ્ધનાં ધોરણે કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે